Makhana Recipes: મખાનાની 3 મસાલેદાર વાનગીની રેસીપી, સ્વાદ વધારવા માટે આ ચીજ ઉમેરો

Makhana Recipes: મખાનાની 3 મસાલેદાર વાનગીની રેસીપી, સ્વાદ વધારવા માટે આ ચીજ ઉમેરો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Spicy Makhana Recipes: મખાના એક ડ્રાયફૂટ્સ છે, જેને પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. ઓછી કેલરીવાળા મખાનામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા સારી માત્રામાં હોય છે. મખાનાને સુપરફૂડ માનવામાં આવે છે. લોકો બ્લડ શુગર કન્ટ્રોલ કરવા અને વજનને નિયંત્રિત કરવા માટે મખાનાનું સેવન કરે છે. 

Makhana Recipes: મોટાભાગના લોકો મખાના શેકીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેમાથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ પણ તૈયાર કરી શકાય છે. અહીં મખાના માંથી બનેલી ત્રણ મસાલેદાર વાનગીઓની રેસીપી આપી છે, જે ઓછા સમયમાં સરળતાથી બનાવી શકાય છે.

મખાના કઢી

જો તમે કંઈક અલગ અને સ્વાદિષ્ટ ખાવા માંગો છો, તો તમે મખાનાની કઢી બનાવી શકો છો. તે મસાલેદાર વાનગી છે, જેને તમે ભાત અને રોટલી સાથે પીરસી શકો છો.

મખાના કઢી બનાવવા માટે સામગ્રી

  • 2 કપ મખાના
  • 2 ઝીણી સમારેલી ડુંગળી
  • 2 ઝીણા સમારેલા ટામેટાં
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 1 ઝીણી સમારેલી લીલા મરચાં 
  • 2 ચમચી તેલ અથવા ઘી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી કોથમીર પાઉડર
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • લીલું કોથમીર
  • 2 ચમચી કાજુની પેસ્ટ (વૈકલ્પિક) 
  • 2 ચમચી તાજી ક્રીમ (વૈકલ્પિક) 
  • મીઠું સ્વાદ અનુસાર 
  • પાણી જરૂરિયાત અનુસાર 

મખાના કઢી રેસીપી

એક કડાઇમાં 1 ચમચી ઘી નાંખી મખાના 4-5 મિનિટ સુધી સહેજ કરકરા થાય ત્યાં સુધી શેકી બાજુમાં મૂકી રાખો. એક કડાઇમાં તેલ અથવા ઘી ગરમ કરો અને જીરું તતડાવો. હવે તેમાં ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો. આ પછી, તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં મેળવી 1 મિનિટ સુધી રાંધી લો. ત્યારબાદ તેમા ટામેટાં નાંખો અને મસાલા તેલ છોડે ત્યાં સુધી પકવવા દો. 

હવે તેમાં હળદર, ધાણા પાવડર, લાલ મરચું અને મીઠું મેળવી ૨ મિનિટ સુધી મસાલાને ફ્રાય કરો. ગ્રેવીને વધુ ઘટ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ મેળવી વધુ ૨ મિનિટ સુધી રાંધી લો. પછી પાણી ઉમેરો અને ગ્રેવીને ઉકળવા દો. હવે શેકેલા મખાના અને ગરમ મસાલો મેળવી ધીમા તાપ પર 3-4 મિનિટ સુધી પકકવા દો. છેલ્લે કઢીમાં ક્રીમ રેડો અને ગેસ બંધ કરો. કઢીની ઉપર લીલા કોથમીર ભભરાવી ગાર્નિશ કરો. ગરમાગરમ મખાના કઢી રોટલી અને ભાત સાથે પીરસો.

મખાના ચાટ રેસીપી

મખાના ચાટ રેસીપી સામગ્રી

  • 3 કપ મખાના 
  • 2 બાફેલા બટાકાના 
  • 1 નંગ ઝીણા સમારેલા ટામેટા 
  • 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા લીલા મરચાં
  • 2 ચમચી લીલા કોથમીર 
  • 2 ચમચી લીલી ચટણી 
  • 2 ચમચી આમલીની મીઠી ચટણી 
  • 1 મોટી ચમચી લીંબુનો રસ 
  • 1 ચમચી ચાટ મસાલો 
  • અડધી ચમચી શેકેલું જીરું પાવડર 
  • 1 ચમચી કાળું મીઠું
  • સેવ અથવા દાડમના દાણા 

મખાના ચાટ બનાવવાની રીત

મખાનાને ધીમા તાપ પર 5 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી ઘીમાં સાંતળી લો. એક મોટા બાઉલમાં બાફેલા બટાકા, ટામેટા, ડુંગળી અને લીલા મરચાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં શેકેલા મખાના ઉમેરી સારી રીતે મિક્સ કરો. તેની ઉપર લીલી ચટણી, આમલીની ચટણી, લીંબુનો રસ, ચાટ મસાલો, શેકેલું જીરું અને કાળું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે તેની ઉપર લીલું કોથમીર, દાડમના દાણા ઉમેરીને પીરસી શકો છો.

મખાના ટીક્કી સામગ્રી

  • 3 કપ મખાના 
  • 3 બાફેલા બટાકા
  • 2 ઝીણી સમારેલા લીલા મરચાં
  • 1 ચમચી છીણેલું આદુ
  • 2 ચમચી ધાણા પાઉડર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી ચાટ મસાલો
  • અડધી ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ 
  • 2 ચમચી બાઇડિંગ માટે કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ

મખાના ટિક્કી બનાવવાની સરળ રીત

મખાના 5 મિનિટ સુધી શેકી ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં બરછટ પીસી લો. હવે બાફેલા બટાકાને સારી રીતે મસળી લો. બટાકામાં મખાનાનો પાવડર, લીલા મરચાં, આદુ, કોથમીર, મીઠું અને બધા મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જો મિશ્રણ ઢીલું લાગે છે, તો તેમાં કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ ઉમેરો અને સારી રીતે મસળી લો.

આ પણ વાંચો | ટિક્કી થી લઇ રોલ, અળવી માંથી 3 સ્વાદિષ્ટ વાનગી બનાવો, દરેકને ખાવી ગમશે

હવે તેમાથી ગોળ ટિક્કી બનાવો. ગરમ તવા પર થોડું તેલ રેડી ટિક્કી મધ્યમ તાપ પર બન્ને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. લીલી ચટણી અથવા દહીં સાથે મખાના ટિક્કીને ગરમ ગરમ પીરસી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *