IPL 2026 Rajasthan Royals vs Gujarat Titans, IPL 2026 Qualifier 2 RR vs GT LIVE Rating: આઈપીએલ 2026ની ક્વોલિફાયર 2 મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાશિદ ખાન, સાઇ કિશોર, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવાન ફેરેરિયા, દાશુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશરાજ પુંજા.
-
Could 29, 2026 20:24 IST
RR vs GT LIVE : જાડેજા 34 રન પર રિટાયર હર્ટ થયો
રવીન્દ્ર જાડેજા 19 બોલમાં 34 રન બનાવીને રિટાયર હર્ટ થઈને પેવેલિયન પાછો ફર્યો છે. હવે વૈભવનો સાથ આપવા માટે રિયાન પરાગ મેદાનમાં આવ્યો છે.
-
Could 29, 2026 20:08 IST
RR vs GT LIVE : રાજસ્થાન રોયલ્સ લાઈવ સ્કોર 70/2
રાજસ્થાન રોયલ્સ 6 ઓવરના અંતે 2 વિકેટના નુકસાને 70 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર વૈભવ સુર્યવંશી 17 બોલમાં 31 રન અને રવિન્દ્ર જાડેજા 11 બોલમાં 26 રન સાથે રમી રમી રહ્યા છે.
-
Could 29, 2026 19:53 IST
RR vs GT LIVE : રાજસ્થાન રોયલ્સ લાઈવ સ્કોર 45/2
રાજસ્થાન રોયલ્સ 4 ઓવરના અંતે 2 વિકેટના નુકસાને 45 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર વૈભવ સુર્યવંશી 27 રન અને રવિન્દ્ર જાડેજા 5 રન સાથે રમી રમી રહ્યા છે.
-
Could 29, 2026 19:48 IST
RR vs GT LIVE : રાજસ્થાન રોયલ્સ લાઈવ સ્કોર 34/2
રાજસ્થાન રોયલ્સ 3 ઓવરના અંતે 2 વિકેટના નુકસાને 34 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર વૈભવ સુર્યવંશી 17 રન અને રવિન્દ્ર જાડેજા 4 રન સાથે રમી રમી રહ્યા છે.
-
Could 29, 2026 19:41 IST
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, ધ્રુવ જુરેલ આઉટ
રાજસ્થાન રોયલ્સને બીજી ઓવરમાં બીજો ઝટકો મળ્યો છે. ધ્રુવ જુરેલ 6 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો છે.. તેની વિકેટ રબાડાએ લીધી.
-
Could 29, 2026 19:39 IST
રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો
રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઓવરમાં જ ઝટકો લાગ્યો છે. યશસ્વી જાયસ્વાલ 2 બોલમાં એક જ રન બનાવી શક્યો. મોહમ્મદ સિરાઝે તેની વિકેટ લીધી.
-
Could 29, 2026 19:19 IST
RR vs GT LIVE : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાશિદ ખાન, સાઇ કિશોર, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
-
Could 29, 2026 19:07 IST
RR vs GT LIVE : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવાન ફેરેરિયા, દાશુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશરાજ પુંજા.
-
Could 29, 2026 19:05 IST
RR vs GT LIVE : રાજસ્થાને ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026ની ક્વોલિફાયર 2 મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Could 29, 2026 18:30 IST
RR vs GT LIVE : રાજસ્થાન અને ગુજરાત બન્ને માટે કરો યા મરો મેચ
રાજસ્થાન અને ગુજરાત પાસે હવે ફાઇનલમાં પહોંચવાની છેલ્લી તક છે. ગુજરાતનો પ્રથમ ક્વોલિફાયરમાં આરસીબી સામે પરાજય થયો હતો. જ્યારે રાજસ્થાને એલિમિનેટરમાં હૈદરાબાદને હરાવ્યું હતું. એલિમિનેટરમાં રાજસ્થાનનું પ્રદર્શન, ખાસ કરીને વૈભવ સૂર્યવંશીની બેટિંગ, ચોક્કસપણે ગુજરાત કેમ્પમાં હલચલ મચાવશે. આ મેચમાં ગુજરાતના ટોપ ઓર્ડરે ખાસ જવાબદારી નિભાવવી પડશે. બંને ટીમો મજબૂત છે અને આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે.
-
Could 29, 2026 17:58 IST
RR vs GT LIVE : ગુજરાત વિ રાજસ્થાન વચ્ચે મેચ
આઈપીએલ 2026ની ક્વોલિફાયર 2 મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
-
Could 29, 2026 17:36 IST
RR vs GT LIVE : આઈપીએલ 2026 ક્વોલિફાયર 2 મેચ
નમસ્કાર, લાઈવ બ્લોગમાં આપનું સ્વાગત છે. આઈપીએલ 2026 ના બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચની તમામ અપડેટ્સ માટે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહો.
