મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમદાવાદમાં મેડિકલ ટૂરિઝમને વેગ, સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ઈરાક સહિતનાં 7 દેશોથી દર્દીઓ સારવાર માટે આવ્યા

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમદાવાદમાં મેડિકલ ટૂરિઝમને વેગ, સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ઈરાક સહિતનાં 7 દેશોથી દર્દીઓ સારવાર માટે આવ્યા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પણ અમદાવાદ આંતરરાષ્ટ્રીય હેલ્થકેર હબ તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે. ઈરાક, તાન્ઝાનિયા, સેશેલ્સ, નાઈજિરિયા, કેન્યા, યુએઈ અને સીએરા લિઓન જેવા દેશોમાંથી દર્દીઓ અદ્યતન અને વિશ્વસનીય સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદનો સંપર્ક કરી રહ્યા છે. હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ડો. દિપક દવે દ્વારા જટિલ ગાયનેકોલોજીકલ સમસ્યાઓ, સોફ્ટ ટિશ્યૂ ટ્યુમર, સ્પાઈન સર્જરી સંબંધિત જટિલતાઓ, યુરોલોજી અને પેટ સંબંધિત વિવિધ ગંભીર બીમારીઓ માટે આંતરરાષ્ટ્રીય દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. એટલું જ નહીં ડો. દીપક દવેએ જટિલ અને ઈમરજન્સીમાં દાખલ થયેલા ઈન્ટરનેશનલ પેશન્ટની પણ સારવાર કરી હતી. જેમાં બે જટિલ ટ્રોમા કેસનો પણ સમાવેશ થાય છે, એમાં એક પેરામિલિટરી કર્મચારી હતા. આ હોસ્પિટલની વધતી આંતરરાષ્ટ્રીય ટ્રોમા કેર એક્સિલન્સને દર્શાવે છે.

ઈરાકના પિતા-પુત્રને ગેન્ગ્રીન માટે અદ્યતન સારવાર

તાજેતરના મહત્વપૂર્ણ કેસોમાં ઈરાકના ફાખિરા અને આમિર નામના પિતા-પુત્ર ગંભીર ગેન્ગ્રીન સંબંધિત સમસ્યાઓ માટે સારવાર હેઠળ છે. ગંભીર ચેપ અને પગોમાં રક્તપ્રવાહ ઘટતા તેમની ચાલવાની ક્ષમતા અને દૈનિક જીવન ઉપર ગંભીર અસર પડી હતી. ડોક્ટરોએ અદ્યતન ઇન્ફેક્શન કંટ્રોલ અને લિમ્બ સેલ્વેજ ટ્રીટમેન્ટ શરૂ કરતાં તેમની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને સ્વસ્થ થઈ ગયા છે.

તાન્ઝાનિયાની મહિલા બ્રેસ્ટ ટ્યુમરની સારવાર હેઠળ

તાન્ઝાનિયાની એક મહિલા ગંભીર બ્રેસ્ટ ટ્યુમર માટે વિશેષ ઓન્કોલોજી સારવાર લઈ રહી છે, જેમાં અદ્યતન કેન્સર મેનેજમેન્ટ અને સતત મેડિકલ મોનિટરિંગની જરૂરિયાત છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડોકટર્સના મતે મિડલ ઈસ્ટનાં કેટલાક વિસ્તારોમાં મુસાફરી સંબંધિત અવરોધો હોવા છતાં ભારતની અદ્યતન હેલ્થકેર સુવિધાઓ, અનુભવી તબીબો અને વિશ્વસનીય સારવાર પ્રત્યે વૈશ્વિક વિશ્વાસને કારણે મેડિકલ ટૂરિઝમ સતત મજબૂત બની રહ્યો છે.

સેશેલ્સના કામદારે અમદાવાદમાં હાથની સર્જરી કરાવી

અન્ય એક મહત્વપૂર્ણ કેસમાં સેશેલ્સમાં કાર્યરત એક કામદારને ગંભીર ઈન્ડસ્ટ્રિયલ એક્સિડન્ટના કારણે જમણા હાથની આંગળીઓ અને અંગૂઠામાં ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેની રોજગાર ક્ષમતા જોખમમાં મુકાઈ હતી. અકસ્માત બાદ 24 કલાકની અંદર દર્દીને અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડોક્ટરોએ વિશેષ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરીને હાથની આંગળીઓની કાર્યક્ષમતા પુનઃસ્થાપિત કરી હતી. 

સ્ટર્લિંગ હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડો. દીપક દવેએ જણાવ્યું હતું કે દર્દીને હાથમાં અત્યંત ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં આંગળીઓ અને અંગૂઠાને બચાવવા તાત્કાલિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીની જરૂર હતી. સમયસર સારવાર અને અદ્યતન સર્જિકલ મેનેજમેન્ટના કારણે હાથની કાર્યક્ષમતા સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરી શકાઈ હતી.

આંતરરાષ્ટ્રીય દર્દીઓની વધતી સંખ્યાને લઈને સ્ટર્લિંગ હોસ્પિટલ્સના MD & CEO  સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, “સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદ હાલમાં દર વર્ષે 1,000થી વધુ આંતરરાષ્ટ્રીય દર્દીઓને ઓન્કોલોજી, ઓર્થોપેડિક્સ, ન્યૂરોસર્જરી, ટ્રોમા કેર અને અન્ય જટિલ સ્પેશિયાલિટી સારવાર આપી રહ્યું છે. અનુભવી ફુલ ટાઈમ ડોક્ટર્સ, અદ્યતન મેડિકલ ટેકનોલોજી, એવિડન્સ બેઝ્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કનેક્ટિવિટીના કારણે અમદાવાદ ઝડપથી વિશ્વસનીય ગ્લોબલ હેલ્થકેર સિટી તરીકે ઉભરી રહ્યું છે અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ પોતાની ગ્લોબલ હેલ્થકેર ડેસ્ટિનેશન તરીકેની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહ્યું છે.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *