જીવનશૈલી | સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ઉનાળા (summer time) ની આકરી ગરમીમાં સ્ટાઈલ અને કમ્ફર્ટ બંને એકસાથે જાળવી રાખવા એ એક મોટો ટાસ્ક છે.
ગરમીની સિઝનમાં ચુસ્ત કપડાંના બદલે હળવા કપડાં શરીરને ઠંડક આપે છે. જો તમે પણ આ સમર સિઝનમાં યુનિક અને ફ્રેશ લુક મેળવવા માંગો છો, તો વેસ્ટર્ન ડ્રેસીસ બેસ્ટ ઓપ્શન છે. અહીં જાણો સમર ફેશન ટિપ્સ વિશે
મહિલાઓ માટે ઉનાળાના વેસ્ટર્ન ડ્રેસ
ફ્લોરલ મીડી ડ્રેસ
ગરમીની સીઝનમાં ફ્લોરલ પ્રિન્ટ હંમેશા ટ્રેન્ડમાં રહે છે, ફ્લોરલ ડ્રેસએ દરેક સ્ત્રીના વોડરોબમાં જોવું જોઈએ તેવું એક એવરગ્રીન અને સ્ટાઇલિશ આઉટફિટ છે. જે તેને કમ્ફર્ટ અને ફેશનનું એક પરફેક્ટ કોમ્બિનેશન બનાવે છે. કોલેજ જવા, ફ્રેન્ડ્સ સાથે બહાર જવાનું હોઈ કે કોઈ આઉટિંગ માટે આ બેસ્ટ આઉટફિટ છે, નાની-મોટી ફૂલોની પ્રિન્ટ આ ડ્રેસને ખૂબ જ ફ્રેશ અને આકર્ષક લુક આપે છે.
આ ડ્રેસને તમે સિમ્પલ સ્નીકર્સ સાથે કૂલ લુક આપો કે હીલ્સ અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે ગ્લેમરસ ટચ આપી શકો છો, આ ડ્રેસ ક્યારેય આઉટ ઓફ ફેશન થતો નથી.
મેક્સી ડ્રેસ
ફેશનની દુનિયામાં ટ્રેન્ડ્સ બદલાતા રહે છે, પરંતુ એક આઉટફિટ એવો છે જે હંમેશાં એવરગ્રીન રહ્યો છે તે છે મેક્સી ડ્રેસ. આ લોન્ગ ડ્રેસ ફેશન અને કમ્ફર્ટનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ઉનાળાની કાળઝાળ ગરમી હોય, કઝ્યુઅલ આઉટિંગ હોય, બીચ વેકેશન હોય કે પછી કોઈ ઇવનિંગ પાર્ટી મેક્સી ડ્રેસ તમને દર વખતે એક નવો અને એલિગન્ટ લુક આપે છે.
મેક્સી ડ્રેસને સ્નીકર્સ સાથે કઝ્યુઅલ લુક આપી શકો છો અથવા હીલ્સ અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે જોડીને પાર્ટી લુક પણ ક્રિએટ કરી શકો છો.
જમ્પ સૂટ
જ્યારે તમારે ફેશનેબલ પણ દેખાવું હોય અને કમ્ફર્ટ સાથે કોઈ સમજૂતી ન કરવી હોય, ત્યારે ‘જમ્પસૂટ’ એ બેસ્ટ ચોઇસ છે. આ એક એવો એવરગ્રીન વન-પીસ આઉટફિટ છે, જેને પહેર્યા પછી તમારે મેચિંગ બોટમ કે ટોપ શોધવાની ઝંઝટ રહેતી નથી.
90 દિવસમાં પેટની ચરબી ઘટાડવા માટે ડોકટરો દ્વારા સૂચવેલ 5 સરળ રીતો
ઓફિસ વેર હોય, કેઝ્યુઅલ આઉટિંગ હોય કે પછી કોઈ ગ્લેમરસ પાર્ટી, જમ્પસૂટ તમને દરેક પ્રસંગે એક ક્લાસી અને મોર્ડન લુક આપે છે. મોર્ડન ટાઈમમાં કમ્ફર્ટ અને સ્ટાઈલનું આ પરફેક્ટ કોમ્બિનેશન છે.
કોર્ડ સેટ
કોર્ડ સેટ એટલે એવો આઉટફિટ જેમાં ટોપ અને બોટમ બંને એક જ સરખા ફેબ્રિક, કલર અથવા પ્રિન્ટમાંથી બનાવેલા હોય છે. આ સેટમાં કુર્તી-પેન્ટ, શર્ટ-ટ્રાઉઝર, ક્રોપ ટોપ-સ્કર્ટ અથવા ટી-શર્ટ અને શોર્ટ્સ હોઈ શકે છે.
આ સેટને તમે કેઝ્યુઅલ વેર, એરપોર્ટ લુક, ઓફિસ વેર કે પાર્ટી વેર તરીકે પણ સ્ટાઈલ કરી શકો છો. પર્ફેક્ટ એક્સેસરીઝ અને ફૂટવેર સાથે તે એકદમ રિચ અને મોર્ડન લુક આપે છે
