IPL 2026 Sunrisers Hyderabad vs Rajasthan Royals, IPL 2026 Eliminator SRH vs RR LIVE Rating: આઈપીએલ 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે આપેલા 244 રનના પડકાર સામે સનરાઈઝર્સ હૈદરાબાદે 17.3 ઓવરમાં 9 વિકેટે 187 રન બનાવી લીધા છે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, પ્રફુલ હીંગે.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવાન ફેરેરિયા, દાશુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશરાજ પુંજા.
-
Could 27, 2026 23:03 IST
SRH vs RR LIVE : નીતિશ કુમાર રેડ્ડી 38 રને આઉટ
નીતિશ કુમાર રેડ્ડી 20 બોલમાં 3 ફોર અને 2 સિક્સરની મદદથી 38 રને જાડેજાનો શિકાર બન્યો. પેટ કમિન્સ 2 બોલમાં 1 રન અને સલિલ અરોરા 21 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 35 રને આઉટ થયો.
-
Could 27, 2026 22:24 IST
SRH vs RR LIVE : ક્લાસેન 18 રને આઉટ
હેનરિચ ક્લાસેન 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 18 રને યશરાજ પુંજાની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 81 રનમાં પાંચમી વિકેટ ગુમાવી.
-
Could 27, 2026 22:21 IST
SRH vs RR LIVE : ટ્રેવિસ હેડ 17 રને બોલ્ડ
રવિચંદ્રન સમરન 4 બોલમાં 1 રને બર્ગરનો શિકાર બન્યો. ટ્રેવિસ હેડ 8 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 17 રને આર્ચરની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 57 રને ચોથી વિકેટ ગુમાવી.
-
Could 27, 2026 22:12 IST
SRH vs RR LIVE : ઇશાન કિશન 33 રને આઉટ
ઇશાન કિશન 11 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 33 રને આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 51 રને બીજી વિકેટ ગુમાવી.
-
Could 27, 2026 21:46 IST
SRH vs RR LIVE : અભિષેક શર્મા ખાતું ખોલાયા વિના આઉટ
અભિષેક શર્મા 2 બોલમાં ખાતું ખોલાયા વિના આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે બીજા જ બોલે વિકેટ ગુમાવી.
-
Could 27, 2026 21:37 IST
SRH vs RR LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદને 244 રનનો પડકાર
આઈપીએલ 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવી લીધા છે. સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 244 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Could 27, 2026 21:18 IST
SRH vs RR LIVE : ડોનોવાન ફેરેરિયા 12 રને રન આઉટ
દાસુન શનાકા 3 બોલમા 1 ફોર સાથે 5 રને મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો. ડોનોવાન ફેરેરિયા 9 બોલમાં 1 ફોર સાથે 12 રને રન આઉટ થયો. જોફ્રા આર્ચર 4 રને નીતિશ કુમાર રેડ્ડીનો શિકાર બન્યો.
-
Could 27, 2026 21:10 IST
SRH vs RR LIVE : રિયાન પરાગ 26 રને આઉટ
રિયાન પરાગ 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 26 રન બનાવી પ્રફુલ હિંગેની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 207 રને ચોથી વિકેટ ગુમાવી. ટીમે 14.4 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા.
-
Could 27, 2026 20:56 IST
SRH vs RR LIVE : ધ્રુવ જુરેલ 50 રને આઉટ
ધ્રુવ જુરેલ 21 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 50 રને પ્રફુલ હિંગેની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 192 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Could 27, 2026 20:41 IST
SRH vs RR LIVE : યશસ્વી જયસ્વાલ 29 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 29 બોલમાં 4 ફોર સાથે 29 રન બનાવી શિવાંગ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 137 રને બીજી વિકેટ ગુમાવી.
-
Could 27, 2026 20:22 IST
SRH vs RR LIVE : વૈભવ સૂર્યવંશી 97 રને આઉટ
વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 5 ફોર અને 12 સિક્સર સાથે 97 રને પ્રફુલ હિંગેની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 125 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Could 27, 2026 20:10 IST
SRH vs RR LIVE : રાજસ્થાનના 100 રન
રાજસ્થાન રોયલ્સે 7.2 ઓવરમાં 100 રન પુરા કર્યા. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ રમતમાં છે.
-
Could 27, 2026 19:51 IST
SRH vs RR LIVE : વૈભવ સૂર્યવંશીની અડધી સદી
વૈભવ સૂર્યવંશીએ આક્રમક બેટિંગ કરતા 1 ફોર અને 8 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
-
Could 27, 2026 19:32 IST
SRH vs RR LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, પ્રફુલ હીંગે.
-
Could 27, 2026 19:12 IST
SRH vs RR LIVE : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવાન ફેરેરિયા, દાશુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશરાજ પુંજા.
-
Could 27, 2026 19:03 IST
SRH vs RR LIVE : હૈદરાબાદે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Could 27, 2026 18:42 IST
SRH vs RR LIVE : હૈદરાબાદ વિ રાજસ્થાન હેડ ટુ હેડ રેકોર્ડ
બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 23 મેચો રમાઇ છે. જેમાં હૈદરાબાદે 14 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સે 9 મેચ જીતી છે. આ સિઝનમાં બંને ટીમો બે વાર એકબીજા સામે ટકરાયા છે. રાજસ્થાન રોયલ્સે બંને વખત જીત મેળવી છે. રાજસ્થાને પહેલી મેચ 57 રનથી અને બીજી મેચ 5 વિકેટથી જીતી હતી.
-
Could 27, 2026 18:21 IST
SRH vs RR LIVE : બન્ને ટીમો માટે કરો યા મરો મેચ
આ બંને ટીમો માટે કરો યા મરો જેવી મેચ છે. હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જીતનારી ટીમ ક્વોલિફાયર 2 માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. જે ક્વોલિફાયર 1 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી.
-
Could 27, 2026 17:52 IST
SRH vs RR LIVE : આજે હૈદરાબાદ વિ રાજસ્થાન વચ્ચે એલિમિનેટર મેચ
આઈપીએલ 2026ની એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
