CJP Protest : કોકરોચ જનતા પાર્ટી (CJP)ની તિરંગા માર્ચ વચ્ચે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી છે અને તેમને પોતાની સાથે લઈ ગઇ છે. પોલીસે BNS 163 નો હવાલો આપ્યો હતો. પોલીસે પંચકુઇયા રોડ પર NCP પ્રવક્તાના નિવાસસ્થાનેથી નીકળતા પોલીસે અભિજીત દિપકેને કસ્ટડીમાં લીધા હતા.
આ દરમિયાન તેમણે પોલીસને પૂછ્યું કે મેં શું ઉલ્લંઘન કર્યું છે? હું એકલો છું, બાકીના બધા મીડિયા કર્મચારીઓ છે દિપકેએ કહ્યું કે સીપી જવાની મનાઈ છે, પરંતુ તેઓ હજુ સુધી તેમના ઘરની બહાર નીકળ્યા નથી. તેના પર પોલીસે કહ્યું હતું કે અમે પ્રિંવેટિવ કસ્ટડીમાં લઈ રહ્યા છીએ.
નેહા બોરાની મંડી હાઉસથી અટકાયત
દિપકે ઉપરાંત પોલીસે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાની પણ મંડી હાઉસથી અટકાયત કરી હતી. આ પહેલા દિલ્હી પોલીસની એક ટીમ અભિજીત દિપકના ઘરે પહોંચી હતી. તેમને એક નોટિસ આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ત્રિરંગા માર્ચમાં ભાગ લેશે નહીં.
#WATCH | Delhi | As CJP Founder Abhijeet Dipke leaves from the residence of NCP-SCP spokesperson Anish Gawande, a police official says, “We’re inserting you underneath preventive detention. Part 163 is in power in Connaught Place. You’re being detained…” CJP has referred to as for ‘Lehra Do Tiranga’ protest at Central Park in Connaught Place at the moment.
— ANI (@ANI) October 16, 2026
‘કોકરોચની ઉજવણી કરો’, ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં સલમાન રશ્દી અને મીરા નાયરે CJP ને સપોર્ટ કર્યો
સીજેપીએ લોકોને સાંજે 5 વાગ્યે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં તિરંગા લઇને પહોંચવાની અપીલ કરી હતી. તેમાં ભાગ લેવા માટે દીપકે તાજેતરમાં મુંબઈથી દિલ્હી પહોંચ્યો હતો. સીજેપી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી પર અડગ છે. તાજેતરમાં 10 ઓક્ટોબરના રોજ સીજેપીએ એક મોટા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, પરંતુ જંતર મંતર પર ભારે સુરક્ષાને કારણે લોકો ત્યાં પહોંચી શક્યા ન હતા. સીજેપીને આ વિરોધ પ્રદર્શનોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સહિત વિપક્ષનો ટેકો મળી રહ્યો છે.
