Mumbai Indians vs Royal Challengers Bengaluru Match Updates : નદીન ડી ક્લાર્કના ઓલરાઉન્ડર (4 વિકેટ અને અણનમ 63 રન)પ્રદર્શનની મદદથી મહિલા પ્રીમિયર લીગ 2026ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 157 રન બનાવી મેચ જીતી લીધી હતી.
આરસીબીએ એક સમયે 17 ઓવરમાં 121 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ ઓવરમાં 6 બોલમાં 18 રનની જરુર હતી. નદીન ડી ક્લાર્ક શાનદાર બેટિંગ કરતા 44 બોલમાં અણનમ 63 રન ફટકાર્યા હતા અને ટીમને જીત અપાવી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), ગ્રેસ હેરિસ, ડી હેમલતા, રિચા ઘોષ, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, પ્રેમા રાવત, લિન્સે સ્મિથ, લોરેન બેલ.
મુંબઈ ઈન્ડિયન્સ : હમરનપ્રીત કૌર (કેપ્ટન), જી કમલિની, નેટ સાયવર-બ્રન્ટ, અમેલિયા કેર, અમનજોત કૌર, નિકોલા કેરી, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ, એસ સજના, સાયકા ઈશાક.
-
Jan 09, 2026 23:20 IST
WPL 2026 MI vs RCB LIVE : આરસીબીનો 3 વિકેટે વિજય
નદીન ડી ક્લાર્કના ઓલરાઉન્ડર (4 વિકેટ અને અણનમ 63 રન)પ્રદર્શનની મદદથી મહિલા પ્રીમિયર લીગ 2026ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 157 રન બનાવી મેચ જીતી લીધી હતી.
આરસીબીએ એક સમયે 17 ઓવરમાં 121 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ ઓવરમાં 6 બોલમાં 18 રનની જરુર હતી. નદીન ડી ક્લાર્ક શાનદાર બેટિંગ કરતા 44 બોલમાં અણનમ 63 રન ફટકાર્યા હતા અને ટીમને જીત અપાવી હતી.
-
Jan 09, 2026 23:15 IST
WPL 2026 MI vs RCB LIVE : નદીન ડી ક્લાર્કના અણનમ 63 રન
અરુંધતી રેડ્ડીના 25 બોલમાં 2 ફોર સાથે 20 રન. નદીન ડી ક્લાર્કના 44 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 63 રન.
-
Jan 09, 2026 22:18 IST
WPL 2026 MI vs RCB LIVE : આરસીબીએ 65 રનમાં 5 વિકેટ ગુમાવી
હેમલથા 7, રાધા યાદવ 1 અને રિષા ધોષ 6 રને આઉટ થઇ. આરસીબીએ 65 રનમાં 5 વિકેટ ગુમાવી.
-
Jan 09, 2026 21:59 IST
WPL 2026 MI vs RCB LIVE : સ્મૃતિ મંધાના આઉટ
સ્મૃતિ મંધાના 13 બોલમાં 4 ફોર સાથે 18 રને ઇસ્માઇલની ઓવરમાં કેચ આઉટ થઇ. ગ્રેસ હેરિસ 12 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે બ્રન્ટની ઓવરમાં કેચ આઉટ થઇ. આરસીબીએ 47 રને બીજી વિકેટ ગુમાવી.
-
Jan 09, 2026 21:49 IST
WPL 2026 MI vs RCB LIVE : આરસીબીની આક્રમક શરુઆત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3 ઓવરમાં વિના વિકેટે 40 રન બનાવી લીધા છે. સ્મૃતિ મંધાના 18 અને ગ્રેસ હેરિસ 21 રને રમતમાં છે.
-
Jan 09, 2026 21:18 IST
WPL 2026 MI vs RCB LIVE : આરસીબીને 155 રનનો પડકાર
મહિલા પ્રીમિયર લીગ 2026ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવી લીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 155 રનનો પડકાર મળ્યો છે. નદીન ડી ક્લાર્ક સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.ત
-
Jan 09, 2026 21:17 IST
WPL 2026 MI vs RCB LIVE : સંજીવની સંજનાના 45 રન
સંજીવની સંજનાના 25 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 45 રન અને નિકોલા કેરીના 29 બોલમાં 4 ફોર સાથે 40 રને. બન્ને ક્લાર્કનો શિકાર બની.
-
Jan 09, 2026 20:54 IST
WPL 2026 MI vs RCB LIVE : હરમનપ્રીત કૌર આઉટ
હરમનપ્રીત કૌર 17 બોલમાં 1 ફોર અને 1 સિક્સરની મદદથી 20 રન બનાવી ક્લાર્કની ઓવરમાં કેચ આઉટ થઇ. મુંબઈએ 67 રને ચોથી વિકેટ ગુમાવી.
-
Jan 09, 2026 20:33 IST
WPL 2026 MI vs RCB LIVE : જી કમલિની 32 રને આઉટ
નેટ સાયવર-બ્રન્ટ 3 બોલમાં 4 રન બનાવી આઉટ થઇ. જ્યારે જી કમલિની 28 બોલમાં 5 ફોર સાથે 32 રન બનાવી શ્રેયંકા પાટીલની ઓવરમાં આઉટ થઇ. મુંબઇએ 63 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Jan 09, 2026 20:09 IST
WPL 2026 MI vs RCB LIVE : અમેલિયા કેર આઉટ
અમેલિયા કેર 15 બોલમાં 4 રન બનાવી બેલની ઓવરમાં કેચ આઉટ થઇ. મુંબઈએ 21 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Jan 09, 2026 19:59 IST
WPL 2026 MI vs RCB LIVE : મુંબઈની ધીમી શરૂઆત
મુંબઈ ઇન્ડિયન્સ તરફથી અમેલિયા કેર અને કામલિની ઓપનિંગમાં ઉતર્યા. મુંબઈએ 4 ઓવરમાં વિના વિકેટે 15 રન બનાવી લીધા છે.
-
Jan 09, 2026 19:58 IST
WPL 2026 MI vs RCB LIVE : ઓપનિંગ સેરેમનીમાં યો યો હની સિંહનું પર્ફોમન્સ
Grooving to the tunes 🎶
The energetic Honey Singh lights up the #TATAWPL opening ceremony in model 🔥#MIvRCB | #KhelEmotionKa | @asliyoyopic.twitter.com/3C0sYtNrMr
— Ladies’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
-
Jan 09, 2026 19:27 IST
WPL 2026 MI vs RCB LIVE : ઓપનિંગ સેરેમનીમાં જેકલિન ફર્નાન્ડિઝનું પર્ફોમન્સ
Jacqueline Fernandez’s particular efficiency units the stage on hearth forward of #TATAWPL 2026 season opener 🙌🔥#KhelEmotionKa | #MIvRCB | @Asli_Jacquelinepic.twitter.com/D7Yx2fM70o
— Ladies’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
-
Jan 09, 2026 19:17 IST
WPL 2026 MI vs RCB LIVE :ઓપનિંગ સેરેમનીમાં હરનાઝ સંધુ
What a option to kick issues off! 🥳
Harnaaz Sandhu units the tone on the #TATAWPL 2026 opening ceremony, enthralling followers in Navi Mumbai 💃#MIvRCB | #KhelEmotionKapic.twitter.com/K6atioT4tK
— Ladies’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
-
Jan 09, 2026 19:01 IST
WPL 2026 MI vs RCB LIVE : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
હમરનપ્રીત કૌર (કેપ્ટન), જી કમલિની, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, અમનજોત કૌર, નિકોલા કેરી, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ, એસ સજના, સાયકા ઈશાક.
-
Jan 09, 2026 19:01 IST
WPL 2026 MI vs RCB LIVE : રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન
સ્મૃતિ મંધાના (કેપ્ટન), ગ્રેસ હેરિસ, ડી હેમલતા, રિચા ઘોષ, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, પ્રેમા રાવત, લિન્સે સ્મિથ, લોરેન બેલ.
-
Jan 09, 2026 18:57 IST
WPL 2026 MI vs RCB LIVE : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહિલા પ્રીમિયર લીગ 2026ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
🚨 Toss 🚨@RCBTweets received the toss towards @mipaltan within the season opener and elected to bowl first.
Updates ▶️ https://t.co/IWU1URl1fr#TATAWPL | #KhelEmotionKa | #MIvRCBpic.twitter.com/2pdEsTzdYV
— Ladies’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
-
Jan 09, 2026 17:27 IST
WPL 2026 MI vs RCB LIVE : મેચ પહેલા રંગારંગ કાર્યક્રમ યોજાશે
મહિલા પ્રીમિયર લીગ 2026 પહેલા રંગારંગ કાર્યક્રમ યોજાશે. જેમાં અભિનત્રી જેકલિન ફર્નાડિઝ, યોયો હની સિંહ અને હરનાઝ સંધૂ પર્ફોમન્સ કરશે.
Energy-packed performances. Electrical vibes ⚡
Pre-match leisure at its finest as Jacqueline Fernandez, Honey Singh & Harnaaz Sandhu are all set to gentle up the #TATAWPL 🔥
Watch it LIVE tonight at 6:45 PM on @JioHotstar and @StarSportsIndia#MIvRCB | #KhelEmotionKapic.twitter.com/AQT4gcbsfU
— Ladies’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
-
Jan 09, 2026 17:12 IST
WPL 2026 MI vs RCB LIVE : મુંબઈ બે વખત ચેમ્પિયન બની છે
વિમેન્સ પ્રીમિયર લીગની ચોથી સિઝન નવી મુંબઈ અને વડોદરામાં બે તબક્કામાં યોજાશે. મુંબઈની ટીમે સૌથી વધુ વખત બે વાર મહિલા પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું છે. આરસીબીની ટીમ એક વખત ચેમ્પિયન બની છે.
-
Jan 09, 2026 17:12 IST
WPL 2026 MI vs RCB LIVE : મહિલા પ્રીમિયર લીગ 2026 નો આજથી પ્રારંભ
મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 નો પ્રારંભ શુક્રવારને 9 જાન્યુઆરીથી થશે. પ્રથમ મેચમાં બે વખતની વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સનનો મુકાબલો એક ટાઇટલ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. RCB મહિલા ટીમનું નેતૃત્વ સ્ટાર બેટર સ્મૃતિ મંધાના કરશે.
