Hyundai 2026 માં લોન્ચ કરશે આ 4 કાર! ભારતીય માર્કેટમાં મચાવશે ધમાલ, જેમાં મળશે જબરજસ્ત ફીચર્સ

Hyundai 2026 માં લોન્ચ કરશે આ 4 કાર! ભારતીય માર્કેટમાં મચાવશે ધમાલ, જેમાં મળશે જબરજસ્ત ફીચર્સ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

Hyundai 2026 new automobiles: હ્યુન્ડાઇ 2026 માં ભારતીય બજારમાં ચાર નવી કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ મોડલ પણ આમાં શામેલ છે. આમ, તમે નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો તો આ લિસ્ટ પર નજર કરી લો.

નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો તો આ લિસ્ટ પર નજર કરી લો.
નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો તો આ લિસ્ટ પર નજર કરી લો.

Hyundai 2026 New Automobiles: તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ ખબર ખાસ તમારા માટે છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા 2026 માં ભારતીય માર્કેટમાં ધમાલ કરવાની તૈયારીમાં છે. કંપની માત્ર જૂનાં મોડલને અપડેટ કરવાની નથી. જૂનાં મોડલ સિવાય નવી ચાર અપડેટેડ કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કાર બજેટથી લઇને પ્રીમિયમ સેગમેન્ટ સુધી હશે જેના કારણે ગ્રાહકોની દરેક જરૂરિયાત પૂરી થઇ શકે. આમાં ઇલેક્ટ્રિક કાર પણ શામેલ છે.

હ્યુન્ડાઇ એક્સટર ફેસલિફ્ટ

હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ લોન્ચ થયા પછી હ્યુન્ડાઇ એક્સટર ફેસલિફ્ટ લોન્ચ થઇ શકે છે. આ કારમાં 12.9 ઇંચની મોટી ટચસ્ક્રીન અને 9.9 ઇંચની ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે. ડિઝાઇનમાં નવું બમ્પર, અપડેટેડ હેડલેમ્પ અને ટેલલેમ્પ અને 15 ઇંચની અલોય વ્હીલ્સ જેવા ચેન્જિસ હોઇ શકે છે.

હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ

સૌથી પહેલાં વર્ષની શરૂઆતમાં હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ લોન્ચ થઇ શકે છે. આ છઠ્ઠી જનરેશન વર્નાનું અપડેટેડ વર્ઝન હશે. નવી વર્નાની ફ્રન્ટ ડિઝાઇન શાર્પ અને આક્રમક હશે જે નવી સોનાટાથી પ્રેરિત છે. આ કારમાં 12.3 ઇંચની ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળશે. આમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો પણ હશે. એન્જિન અને મિકેનિકલ સેટઅપમાં અનેક ચેન્જિસ હોઇ શકે છે.

આયોનિક 5 ફેસલિફ્ટ

જૂન તેમજ જુલાઇમાં હ્યુન્ડાઇ એની ઇલેક્ટ્રિક કાર આયોનિક 5ની ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ કરી શકે છે. આમાં રિયર વાઇપર અને વોશર, નવી થ્રી સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને 12.3 ઇંચની ડિજિટલ ડિસ્પ્લે મળશે. સૌથી મોટી અપડેટ આ કારમાં 84kWh ની મોટી બેટરી હોઇ શકે છે જેમાં ડ્રાઇવિંગ રેન્જ સારી હોઇ શકે છે.

બેયાન કાર

ફેસ્ટિવ સિઝન દરમિયાન હ્યુન્ડાઇ બેયાન લોન્ચ કરશે. આ નવી જનરેશનની સબ 4 મીટર SUV હશે અને વેન્યૂની ઉપર પોઝિશન કરવામાં આવશે. આમાં નવી હાઇબ્રિડ રેડી 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે. આ સિવાય કારમાં અનેક મોર્ડન ફીચર્સ પણ શામેલ થશે. આમ, તમે નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે 2026 સારું સાબિત થઇ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *