Well being Information: 2 વર્ષની બાળકીના લિવરમાં 3 ગાંઠો, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરીથી બચ્યું જીવન

Well being Information: 2 વર્ષની બાળકીના લિવરમાં 3 ગાંઠો, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરીથી બચ્યું જીવન

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Profitable surgical procedure: મેડિકલ ક્ષેત્રે ફરી એકવાર રાજકોટની જનાના સિવિલ હોસ્પિટલે માનવતા અને કુશળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર બે વર્ષની માસૂમ બાળકીના યકૃતમાં રહેલી દુર્લભ અને ગંભીર ગાંઠને સફળ સર્જરી દ્વારા દૂર કરાઈ હતી. સંકલિત ટીમવર્ક, આધુનિક ટેક્નોલોજી અને નિષ્ઠાભર્યા પ્રયાસોથી એક પરિવારની આંખોમાં ફરી ખુશીની ચમક આવી છે.

+

બે

બે વર્ષના બાળકીના લીવરની સફળ સર્જરી

રાજકોટ: રાજકોટની જનાના સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સંકલિત, આયોજનબદ્ધ અને સમર્પિત સારવારનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. માત્ર બે વર્ષની માસૂમ બાળકી નંદુના યકૃતમાં રહેલી ગંભીર અને દુર્લભ બીમારીને સફળ સર્જરી દ્વારા દૂર કરી બાળકીનું જીવન બચાવવામાં આવ્યું છે. આ સારવારથી બાળકી તેમજ તેના પરિવારજનોમાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે.

વાંકાનેર તાલુકાના પંચાસરા ગામના સારસિંહ વાસ્કેલની પુત્રી નંદુ માટે જીવનની શરૂઆત જ સંઘર્ષભરી રહી. જે ઉંમરમાં બાળકો રમકડાં સાથે રમે છે, એ ઉંમરમાં નંદુ સતત તાવ, પેટમાં દુખાવો અને ધીમે ધીમે વધતા જતા પેટના ફૂલાવાથી પીડાતી હતી. સમય જતાં તેની તબિયત વધુ બગડતી જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. નંદુની સ્થિતિ ગંભીર બનતા ગત તા. 27-01-2026ના રોજ તેને જનાના હોસ્પિટલ, રાજકોટના PICU વિભાગમાં દાખલ કરવામાં આવી. પીડિયાટ્રિક તજજ્ઞ તબીબોની તપાસ દરમિયાન બાળકીનું યકૃત અસામાન્ય રીતે વધેલું હોવાનું જણાયું. ત્યારબાદ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક નિદાન સુવિધાઓ દ્વારા કરાયેલા યુ.એસ.જી. અને સીટી સ્કેનમાં યકૃતમાં ત્રણ હાઈડેટીડ સિસ્ટ એટલે કે ગાંઠો હોવાનું નિદાન થયું. આ દુર્લભ અને જોખમી સ્થિતિ સમગ્ર તબીબી ટીમ માટે મોટો પડકાર હતી.

સર્જરી પહેલાં બાળકીની સ્થિતિ સ્થિર કરવી અત્યંત જરૂરી હતી. PICU ટીમ દ્વારા બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી નંદુને પ્રી-ઓપ સ્ટેબિલાઇઝ કરવામાં આવી. દરેક નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લેવાયો, કારણ કે અહીં પ્રશ્ન માત્ર એક ઓપરેશનનો નહીં પરંતુ એક નાની જિંદગીનો હતો. ગત તા. 29-01-2026ના રોજ નંદુની જટિલ લેપ્રોસ્કોપીક સર્જરી કરવાનો નિર્ણય લેવાયો. પીડિયાટ્રિક દર્દીમાં લેપ્રોસ્કોપી કરવી ખૂબ પડકારજનક હોય છે, કારણ કે નાનું પેટ, ઓછી જગ્યા અને ઊંચું જોખમ રહે છે. તેમ છતાં આ જટિલ ઓપરેશન ડો. જયદીપ ગણાત્રા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

ઓપરેશન દરમિયાન લિવરના પાછળના ભાગમાં આવેલા સિસ્ટને ઓળખવું એક મોટો પડકાર હતો. આ સમયે જનાના હોસ્પિટલના રેડિયોલોજી વિભાગે ઓન-ટેબલ લોકલાઇઝેશન અને તાત્કાલિક મૂલ્યાંકન દ્વારા મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી. સાથે એનેસ્થેશિયા ટીમ, ઓપરેશન થિયેટર સ્ટાફ અને નર્સિંગ ટીમે સંકલિત રીતે પોતાની જવાબદારી નિભાવી હતી. સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ બાળકી નંદુને PICUમાં ખસેડવામાં આવી. ત્યારબાદ વોર્ડમાં ઇન-ચાર્જ સિસ્ટર અને તેમની ટીમે માતાની જેમ તેની સંભાળ રાખી. પ્રી-ઓપથી લઈને પોસ્ટ-ઓપ સુધી પીડિયાટ્રિક વિભાગની ટીમ સતત દેખરેખ રાખતી રહી હતી.

હાલ બાળકી નંદુ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેના ચહેરા પર ફરી નિર્દોષ સ્મિત અને શાંતિ જોવા મળે છે. આ સફળ સર્જરી માત્ર એક બાળકના સ્વસ્થ થવાની કહાની નથી, પરંતુ PDU જનાના હોસ્પિટલ, રાજકોટની કુશળતા, સંકલન, માનવતા અને નિષ્ઠાની જીત છે. આમ, અતિ જટિલ ઓપરેશન દ્વારા જનાના હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે ફરી એકવાર ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *