વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026: વૈશ્વિક ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજી કંપનીઓએ ગિફ્ટ સિટીમાં રૂચિ દર્શાવી

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026: વૈશ્વિક ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજી કંપનીઓએ ગિફ્ટ સિટીમાં રૂચિ દર્શાવી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે ટોચની વૈશ્વિક ફાઇનાન્સિયલ સંસ્થાઓ, ટેકનોલોજી અને એડવાઇઝરી કંપનીઓના અગ્રણીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી

દાવોસ
દાવોસ

દાવોસ/ગાંધીનગર, 23 જાન્યુઆરી, 2026: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ)ની વાર્ષિક મીટિંગ 2026માં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) વૈશ્વિક ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, રોકાણકારો અને ટેકનોલોજી કંપનીઓ માટે આકર્ષણના પ્રમુખ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. તેમાં વૈશ્વિક કંપનીઓએ ભારત સાથે સંકળાયેલી ફાઇનાન્સિયલ સર્વિસિસ, ઇનોવેશન અને ક્રોસ-બોર્ડર કામગીરીમાં વધુ ગાઢ જોડાણની આશા વ્યક્ત કરી હતી.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગમાં પ્રથમ વખત ભાગ લેતા, ગિફ્ટ સિટીએ પાંચ દિવસીય વૈશ્વિક ફોરમનો લાભ લેતાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી)ને બેંકિંગ, મૂડી બજારો, ઇન્શ્યોરન્સ, ફિનટેક અને આધુનિક ડિજિટલ કામગીરી માટે પહેલેથી સજ્જ રેગ્યુલેટરી ડેસ્ટિનેશન તરીકે સફળતાપૂર્વક રજૂ કર્યું હતું.

આ અંગે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રી સંજય કૌલે જણાવ્યું હતું કે, “ભારત તેની આર્થિક સફરમાં એક નિર્ણાયક તબક્કે છે ત્યારે વૈશ્વિક સંસ્થાઓ દેશને માત્ર એક બજાર તરીકે જ નહીં, પરંતુ અત્યાધુનિક ફાઇનાન્સિયલ અને ટેકનોલોજી કામગીરી માટેના આધાર તરીકે વધુને વધુ જોઈ રહી છે. દાવોસ ખાતેની ચર્ચાઓ ગિફ્ટ સિટીના નિયમનકારી માળખા અને કામગીરીના માહોલમાં વધતા વિશ્વાસ અને દેશના લાંબા ગાળાના વિકાસમાં ભાગ લેવા માટે ભારતના અધિકારક્ષેત્રમાં રહેલી વૈશ્વિક કંપનીઓને સ્પર્ધાત્મક, આંતરરાષ્ટ્રીય સ્તરે સંલગ્ન પ્લેટફોર્મ પૂરું પાડવાની તેની ક્ષમતા દર્શાવે છે.”

ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે અગ્રણી વૈશ્વિક ફાઇનાન્સિયલ સંસ્થાઓના વરિષ્ઠ નેતૃત્વ સાથે શ્રેણીબદ્ધ માળખાગત ચર્ચાઓ કરી હતી. યુરોક્લિયર, માર્શ મેક્લેનન, ઇન્વેસ્કો, વિઝા અને નાસ્ડેક સાથેની બેઠકો ભારતના મૂડી બજારોની પ્રગતિ, આંતરરાષ્ટ્રીય ભંડોળના પ્રવાહ અને આઈએફએસસી ઇકોસિસ્ટમના કાર્યકારી ફાયદાઓ પર કેન્દ્રિત હતી. ચર્ચાઓમાં ગિફ્ટ સિટીના એકીકૃત નિયમનકારી વાતાવરણ, કેપિટલ મૂવમેન્ટમાં સરળતા અને ફાઇનાન્સિયલ બજારની ગહનતામાં રસ દર્શાવવામાં આવ્યો હતો.

દાવોસમાં અન્ય ચર્ચાઓની સમાંતર ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. કોગ્નિઝન્ટ, એચસીએલ સોફ્ટવેર, ક્વાલકોમ, ફોર્ટિનેટ, ક્લાઉડફ્લેર, વિપ્રો, એરટેલ, આરપી ગોએન્કા ગ્રુપ, યુનિફોર, ઇક્વિનિક્સ અને મેડેબલ સાથેના જોડાણોએ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી), સાયબર સિક્યોરિટી, એઆઈ-નેતૃત્વવાળા પ્લેટફોર્મ્સ અને આગામી પેઢીના ડિજિટલ ફાઇનાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉભરતા હબ તરીકે ગિફ્ટ સિટીની સ્થિતિને મજબૂત બનાવી હતી.

એગોન ઝેન્ડર, એપ્કો વર્લ્ડવાઇડ, લોરેલ સ્ટ્રેટેજીસ, આઇએમડી બિઝનેસ સ્કૂલ અને સર્ફિન સહિતના વૈશ્વિક સલાહકાર અને સંસ્થાકીય હિસ્સેદારો સાથે વ્યૂહાત્મક ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં લાંબા ગાળાના સંસ્થાકીય અને નવીનતા સ્થળ તરીકે ગિફ્ટ સિટીમાં વધતા વૈશ્વિક રસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વન-ટુ-વન મીટિંગ્સ ઉપરાંત ગિફ્ટ સિટીએ ગિફ્ટ પેવેલિયન ખાતે ભારતની જીસીસી તક, વૈશ્વિક મૂડી પ્રવાહના ભવિષ્ય અને ટેકનોલોજી-સંચાલિત સાહસોના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરતી વિશિષ્ટ રાઉન્ડટેબલ બેઠકોમાં ભાગ લીધો હતો. પ્રતિનિધિમંડળે સ્વિસ એમ્બેસી, સ્વિસ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત વિશિષ્ટ સેશન્સમાં પણ ભાગ લીધો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *