Garlic Chutney Recipe: ઢાબા જેવી ચટાકેદાર લસણની ચટણી બનાવવાની 3 રીત, નાના બાળકો પણ ખાઇ શકશે

Garlic Chutney Recipe: ઢાબા જેવી ચટાકેદાર લસણની ચટણી બનાવવાની 3 રીત, નાના બાળકો પણ ખાઇ શકશે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Lasun Chutney Recipe In Gujarati : લસણની ચટણી ચટાકેદાર લાલ રંગ અને તીખા સ્વાદ માટે ફેમસ છે. દાળ બાટી હોય કે બાજરીનો રોટલો તેની સાથે લસણની તીખી ચટણી હોય તો ખાવાની મજા પડી જાય. ઘણા લોકો ફરિયાદ કરે છે કે, હોટલ જેવી લસણની ચટણી ઘરે બનતી નથી. તેનું સાચું કારણ લસણીની ચટણી બનાવવાની રીત છે. 

જો તમે લસણની ચટણી ખાવાના શોખીન છો. તો અહીં અલગ અલગ 3 રીતે લસણની ચટણી બનાવવાની સરળ રેસીપી આપી છે. તમે તમારી પસંદગી મુજબ લસણની ચટણી બનાવી શકો છો.

લસણની ચટણી બનાવવા માટે સામગ્રી

  • લસણની કળી : 15 થી 20 કળી
  • લાલ સુકા મરચા/ પાઉડર : 100 ગ્રામ
  • જીરું : 1 ચમચી
  • મીઠું : સ્વાદ અનુસાર
  • તેલ : 2 થી 3 મોટી ચમચી
  • પાણી : 1 -2 કપ
  • ગોળ કે ખાંડ બુરુ : 1 ચમચી
  • લીંબુનો રસ : 1 ચમચી

લસણની ચટણી બનાવવાની રેસીપી

પ્રથમ રીત

સૌપ્રથમ લસણની કળીને ખાંડણીમાં બરછટ વાટી લો. જો ખાંડણી ન હોય તો મિક્સર જારમાં સહેજ દરદરી પીસી લો. લસણની પેસ્ટ બનાવવાની નથી. એક બાઉલમાં 4 મોટી ચમચી લાલ મરચું પાઉડર અને 1 ધાણા જીરું પાઉડર લો. હવેમાં થોડુંક પાણી નાંખી થોડીક પાતળી પેસ્ટ બનાવો. 

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા જીરું તતડાવો. પછી વાટેલું લસણ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ લાલ મરચાની પેસ્ટ રેડો અને ધીમા તાપે મસાલાને પકવવા દો. તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. જરૂર પડે તો થોડુંક પાણી ઉમેરી શકાય છે. મસાલાને સતત હલાવતા રહો. મસાલો તેલ છોડવા લાગે ત્યાં સુધી રાંધો. છેલ્લો તીખાશને સંતુલિત કરવા માટે છીણેલો ગોળ કે ખાંડ બુંરુ પાઉડર ઉમેરી 2-3 મિનિટ સુધી મસાલાને રાંધો. તમારી ટેસ્ટી લસણ ચટણી તૈયાર છે. આ ચટણીમાં સ્વાદ માટે લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે.

બીજી રીત

સૌ પ્રથમ મિક્સર જાર કે ખાંડણીમાં લસણ અને લાલ મરચાને પાણી નાંખીને પીસી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને જીરું તતડાવો. પછી લસણ લાલ મરચાની પેસ્ટ રેડો અને ધીમા તાપે સાંતળો. સ્વાદ અનુસાર મસાલામાં મીઠું ઉમેરો. મસાલો તેલ છોડે ત્યાં ધીમા તાપે પકવવા દો. મસાલો બરાબર રંધાઇ જાય એટલે કે ગેસ બંધ કરી દો. આ લસણની ચટણી ગમે ત્યારે ભોજન જમતી વખતે પીરસી શકાય છે.

ત્રીજી રીત

સૌપ્રથમ લસણની કળી અને સુકા લાલ મરચાને પણીમાં 2 થી 3 કલાક સુધી પલાળી રાખો. પાણમાં પલાળવી રાખવાથી લસણ અને લાલ મરચા નરમ રહે છે અને ચટણી સ્મૂધ બને છે. હવે મિક્સર જારમાં પલાળેલા લાલ મરચા લસણ અને જીરું નાંખી પાતળી પેસ્ટ બનાવો. ચટણી જેટલી પાતળી રાખવી હોય એટલું પાણી રેડો.

એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા લસણ મરચાની પેસ્ટ રેડો, મીઠું ઉમેરો અને ધીમા તાપે પકવવા દો. ચટણી દાઝી ન જાય તેની સમયાંતરે હલાવતો રહો. મસાલો તેલ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. 

આ પણ વાંચો | સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ આલુ પૂરી ઘર બનાવો, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

લસણની ચટણી રેસીપી સિક્રેટ ટીપ્સ 

આ રીતે ઘરે બનાવેલી લસણની ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ લસણની ચટણીને એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખવાથી 3 થી 4 દિવસ સુધી ફ્રેશ રહે છે. તીખાશને સંતુલિત કરવા માટે ચટણી બનાવતી સહેજ લીંબુનો રસ અને થોડોક ગોળ કે ખાંડ બૂરું ઉમેરી શકાય છે. તેનાથી લાલ મરચાની તીખાશ ઘટે છે અને નાના બાળક પણ સરળતાથી ખાઇ શકે છે.    



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *