CM ભૂપેન્દ્ર પટેલ સ્મિત મચ્છર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સમ્માનિત કરશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Smit Machhar Pilot Information : ઇઝરાયલ જતી ફ્લાઈટના પાયલોટ કેપ્ટન સ્મિટ મચ્છરની બહાદુરીના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેણે ફ્લાયદુબઇ એરલાઇની FZ1073 ફ્લાઇટના મુસાફરોના જીવ બચાવવાની હિંમત બતાવી હતી. આ દરમિયાન ગુજરાત સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીએ દુનિયાભરમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને રાજ્યના ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.’

મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરશે.

સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.

ફ્લાયદુબઇ ફ્લાઈટમાં શું થયું?

તમને જણાવી દઈએ કે, કેપ્ટન સ્મિત મચ્છર દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટ એફઝેડ 1073ના પાયલોટ હતા. ફ્લાઇટમાં કોકપિટની અંદર કો પાયલોટ દ્વારા કથિત હુમલો દરમિયાન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

સ્મિત મચ્છરે ફ્લાયદુબઈની ફ્લાઈટને ક્રેશ કરવાના તેના કો પાયલટના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. વિમાનમાં 27 બાળકો સહિત 174 મુસાફરો સવાર હતા. દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઇ ફ્લાઇટ એફઝેડ 1073 એ બુધવારે ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા. ત્યારબાદ આકાશમાં ઉડતું વિમાન 34,000 ફૂટની ઊંચાઈથી અચાનક 17,000 ફૂટની ઊંચાઇ એ આવી જતા મુસાફરો ગભરાઇ ગયા હતા. બાદમાં આ ફ્લાઇટને સાઉદી અરેબિયાના શહેર તબુકના પ્રિન્સ સુલતાન બિન અબ્દેલ અઝીઝ એરપોર્ટ તરફ ડાયવર્ડ કરવામાં આવી હતી. કો પાયલટના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સ્મિત મચ્છરની સારવાર સાઉદી અરેબિયાની એક હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ઘટના બાદ વિમાન અચાનક ઝડપથી નીચે પડવા લાગ્યું હતું. આ પછી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે દરમિયાનગીરી કરી હતી. બાદમાં વિમાનને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવ્યું હતું અને સલામત રીતે લેન્ડિંગ કરાવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, કેપ્ટન સ્મિત મચ્છરે પરિસ્થિતિને સંભાળવામાં હિંમત અને કુશળતા દર્શાવી.

તેમની આ બહાદુરીની ભારત અને વિદેશમાં ઘણા રાજકીય નેતાઓ અને જાહેર હસ્તીઓએ પ્રશંસા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય ઘણા નેતાઓએ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અને સમજદારી માટે પ્રશંસા કરી છે.

PM નરેન્દ્ર મોદીએ સ્મિત મચ્છરની બહાદુરીને સલામ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈની ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનામાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અને શાણપણની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સ્મિતની હિંમતથી દેશનું નામ રોશન થયું છે અને મોટી દુર્ઘટના ટળી છે. પીએમ મોદીએ ગુરુવારે નવી દિલ્હીના ભારત મંડપમમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ના 100 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિતે ધૈર્ય અને હિંમત બતાવી હતી.

સોમનાથ મંદિરમાં સ્મિત મચ્છરની સુખાકારી માટે વિશેષ પૂજા

કેપ્ટન સ્મિત મચ્છર ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભકામના માટે ગુજરાતના સોમનાથ મંદિરમાં વિશેષ મહાપૂજા અને ‘આયુષ મંત્રજપ વિધિ’ પણ કરવામાં આવી રહી છે. તેમના પરિવાર અને ગુજરાતના લોકો સાથે દેશભરમાંથી તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા મળી રહી છે.

ફ્લાઇટમાં કોકપિટની અંદરની ઘટના અને કથિત હુમલા પાછળના હેતુની તપાસ હજી ચાલી રહી છે. આ ઘટનાના સંજોગો અને હુમલાના હેતુ વિશેની અંતિમ માહિતી તપાસ પૂર્ણ થયા પછી જ જાહેર કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *