Citizen Vigilante Bans : જર્મન નિર્માતા દિગ્દર્શક દ્વારા બનાવવામાં આવેલી અંગ્રેજી ફિલ્મ સિટિઝન વિજિલન્ટ વિશે મોટો વિવાદ સર્જાયો છે. આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ના માલિક એલન મસ્કે તેને 48 કલાક માટે ઓનલાઇન અપલોડ કરી હતી. મસ્કે આવું કરતાં જ આ ફિલ્મ ગ્લોબલ હેડલાઇન્સમાં આવી હતી.
તે એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઉવે બોલે કર્યું છે અને તેમાં અભિનેતા આર્મી હેમર અમેરિકન નાગરિક માઇક સેન્ડર્સની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં એક એવા વ્યક્તિની કહાણી છે જે સ્થળાંતર કરનારા ગુનેગારો અને ભ્રષ્ટ ન્યાયાધીશો સામે જાતે જ ન્યાય કરવા નીકળે છે.
ફિલ્મમાં સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓ અંગેના ચિત્રણને કારણે જર્મનીમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે પછી એલન મસ્ક આ ફિલ્મના સમર્થનમાં આવ્યા હતા. એલન મસ્કે આ ‘સિટિઝન વિજિલન્ટ’ ફિલ્મને પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર 48 કલાક સુધી ફ્રી સ્ટ્રીમ કરી હતી. જે પછી આ ફિલ્મ અચાનક વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની હતી.
કથિર રીતે આ ફિલ્મને જર્મન રેટિંગ્સ બોર્ડે સ્થળાંતર કરનારાઓ વિરુદ્ધ હિંસા ભડકાવવા બદલ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એલન મસ્કને કારણે આ ફિલ્મ દુનિયાભરના લોકોએ જોઇ લીધી. ઉપરાંત, તેની માર્કેટિંગ અને કોમર્શિયલ પ્રોફાઇલને મોટો વેગ મળ્યો છે.
તમને જણાવી દઇયે કે, સિટિઝન વિજિલન્ટ’ ફિલ્મ 19 જૂને યુએસમાં ક્વિવર ડિસ્ટ્રિબ્યુશન દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. વેરાયટીના રિપોર્ટ મુજબ હવે આ કંપનીએ આ ફિલ્મને વિશ્વભરમાં વિતરણ કરવાના રાઇટ્સ પણ હસ્તગત કરી લીધા છે. એલન મસ્કે પણ એક્સ પર પોસ્ટ કરીને ફિલ્મના આગળના ભાગનું પ્રમોશન કર્યું છે. તેમણે લખ્યું, ‘સિટિઝન વિજિલન્ટ 2 વધુ સારું રહેશે. ”
X પર Citizen Vigilante એકાઉન્ટ બન્યું
સોશિયલ મીડિયા X પર સિટિઝન વિજિલન્ટ નામનું એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં ફિલ્મના વાર્તાના પાત્ર માઇક સેન્ડર્સનું નામ લખવામાં આવ્યું હતું, “હું જાહેરાત કરું છું કે મેં ‘સિટિઝન વિજિલન્ટ’નું આ એક્સ એકાઉન્ટ બનાવ્યું છે, જેથી દેશભક્તો ઇસ્લામ વિરોધી નાગરિક તકેદારી વિશે જાણી શકે. અમારી સાથે જોડાઓ અને ઇસ્લામ અને સ્થાનિક આતંકવાદને હરાવવા માટે આ અમેરિકન મિશનનો ભાગ બનો. અમે અમારો દેશ પાછો લઈ મેળવીને રહીશું.”
સિટિઝન વિજિલન્ટ વિશે વિવાદ કેમ ઉભો થયો છે?
ફિલ્મ ડિરેક્ટર ઉવે બોલની એક્શન થ્રિલર યુરોપમાં બનેલી વાસ્તવિક ઘટનાઓ અને હેડલાઇન્સથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મની મુખ્ય થીમ એ છે કે ન્યાય વ્યવસ્થા લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ જાય ત્યારે સામાન્ય નાગરિકોને કાયદો હાથમાં લેવાનો અને ગુનેગારોને સજા કરવાનો અધિકાર હોવો જોઇએ કે કેમ. આ વિવાદાસ્પદ વિચાર આખી ફિલ્મનો આધાર છે.
સિટિઝન વિજિલન્ટ ફિલ્મની સ્ટોરીલાઇન વિવાદનો મુદ્દો
આ ફિલ્મમાં ભારે હિંસા, સ્થળાંતર કરનારાઓના સંવેદનશીલ ચિત્રણ અને સામાજિક-રાજકીય મુદ્દાઓ પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ફિલ્મ પોતે જ ખૂબ જ પીડાદાયક અને હિંસક દ્રશ્યથી શરૂ થાય છે. આ ઘટના બાદ વાર્તાના મુખ્ય પાત્ર માઇક સેન્ડર્સની એન્ટ્રી થાય છે, જે કાયદા કે કોર્ટ દ્વારા સજા ન પામેલા ગુનેગારોને નિશાન બનાવે છે. તે ગુપ્ત રીતે કામ કરે છે અને યુરોપમાં તેની મિલકતોમાંથી મળતા ભાડાના નાણાંથી પોતાનું મિશન ચલાવે છે.
સેન્ડર્સ પોતાના મિશનના વીડિયો પણ બનાવે છે અને સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ વીડિયોમાં તે પોતાનો ચહેરો છુપાવે છે અને ન્યાય પ્રણાલીની ટીકા કરે છે. ધીમે ધીમે તે ગેરકાયદેસર સ્થળાંતર અને વધતા જતા ગુનાઓથી નારાજ લોકોમાં હીરો બની જાય છે. બીજી તરફ ઘણા લોકો તેની હિંસક પદ્ધતિઓનો પણ વિરોધ કરે છે.
સ્થળાંતર કરનારાઓનો મુદ્દો શું છે?
ફિલ્મ ‘સિટીઝન વિજિલન્ટ’માં પરપ્રાંતિયોનો મુદ્દો વાર્તાનો સૌથી મહત્વનો ભાગ છે. ફિલ્મની શરૂઆત એક એવી ઘટનાથી થાય છે જેમાં એક સ્થળાંતર હુમલાખોર તેના બાળકની સામે એક મહિલાની હત્યા કરે છે. આ પછી ફિલ્મના ઘણા ગુનાઓ પણ સ્થળાંતર અને શરણાર્થી સમુદાય સાથે સંકળાયેલા પાત્રો સાથે જોડવામાં આવ્યા છે.
સ્થળાંતર કરનારાઓના અપરાધ સામેની લડાઈ
મુખ્ય પાત્ર, માઇક સેન્ડર્સ, માને છે કે ઉદાર ન્યાય પ્રણાલી ઇમિગ્રન્ટ ગુનેગારોને કડક સજા કરતી નથી. આ વિચારસરણીને કારણે તે એવા લોકોને શોધીને નિશાન બનાવે છે, જેમને તેઓ ગુનેગાર માને છે. આ ફિલ્મમાં તેના ટાર્ગેટ ગેંગના સભ્યો, બળાત્કારના આરોપીઓ અને અન્ય ગુનેગારો છે.
ફિલ્મના એક દ્રશ્ય પર વિવાદ
ફિલ્મનો સૌથી વિવાદાસ્પદ ભાગ અંતમાં આવે છે. ફિલ્મ સ્ટોરીના ક્લાઇમેક્સમાં સેન્ડર્સ એક ઇમિગ્રન્ટ પરિવારના ઘરે પહોંચે છે અને આખા પરિવારની હત્યા કરે છે. આનું કારણ એ છે કે તે પરિવારના કિશોર પુત્રને ગેંગરેપ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તેને જેલમાં મોકલવાને બદલે સસ્પેન્ડ સજા આપી હતી.
આ પણ વાંચો | સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં આત્મસમર્પણ કરશે આ ગેંગસ્ટર, લોરેન્સ બિશ્નોઈ સાથે છે ખાસ સંબંધ
આ દ્રશ્યને કારણે આ ફિલ્મ પર સ્થળાંતર કરનારાઓ સામે નફરત અને હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે સૌથી મોટા વિવાદનું કારણ બન્યું હતું.
