દીપક તિજોરી અને ભવ્ય ગાંધીની ગુજરાતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’નું ધમાકેદાર ટીઝર આઉટ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

દીપક તિજોરી અને ભવ્ય ગાંધીની ગુજરાતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’નું ધમાકેદાર ટીઝર આઉટ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત લાઈવ સાયકલ સ્ટન્ટ્સ અને ઇન્ટરનેશનલ લેવલના કમ્પ્યુટર ગ્રાફિક્સ ધરાવતી મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું મોસ્ટ અવેટેડ ટીઝર આખરે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યું છે. વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપના સંયુક્ત પ્રોડક્શનમાં બનેલી અને જાણીતા ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

પાવરફુલ ડાયલોગ્સ અને અમદાવાદ રિવરફ્રન્ટનું આકર્ષણ

ટીઝરની શરૂઆત જ અત્યંત પાવરફુલ અને રોમાંચક ડાયલોગ્સ સાથે થાય છે. જેમાં ધર્મેન્દ્ર ગોહિલનો ડાયલોગ “યુદ્ધ સાઇકલથી નહિ ફાઈટર પ્લેનથી લડાય છે…” અને તેની સામે દીપક તિજોરીનો કાઉન્ટર ડાયલોગ “યુદ્ધ સાઇકલ કે ફાઈટર પ્લેનથી નહિ મગજથી લડાય”- દર્શકોમાં રોમાંચ જગાવે છે. ટીઝરમાં અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટના શાનદાર વિઝ્યુઅલ્સ સ્થાનિક દર્શકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

બોલીવુડ અને ઢોલીવુડના કલાકારોનો મોટો કાફલો

આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત તેની સ્ટાર કાસ્ટ છે. બોલીવુડ એક્ટર દીપક તિજોરીની સાથે ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર્સ ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેમણે ફિલ્મની વાર્તા લખી છે), રોનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, અને મુનિ ઝા જેવા કલાકારો સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ટીઝરમાં જીનલ બેલાણી પોતે સાઇકલ પર સાહસિક સ્ટન્ટ્સ કરતી નજરે પડે છે.

વૈશ્વિક સ્તરનું સુપર VFX ટેકનોલોજી

ફિલ્મમાં અત્યાધુનિક સુપર VFX નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સાઇકલ ચેઝ સિક્વન્સ અને હાઈ-સ્પીડ એક્શન સીન્સને હોલીવુડ કક્ષાની ટ્રીટ આપે છે. મેકર્સના જણાવ્યા અનુસાર, ‘ગેટ સેટ ગો’ માત્ર સાઇકલિંગની ફિલ્મ નથી, પરંતુ આ આત્મવિશ્વાસ અને ન્યાય માટે લડાતી એક ઉર્જાસભર સફર છે. હવે દર્શકો 7મી ઓગસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *