Ayodhya Ram mandir Donation Theft : શ્રીરામ મંદિરમાં કથિત દાન ચોરીના કેસ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શુક્રવારે કહ્યું હતું કે એસઆઈટીની તપાસમાં જે પણ દોષી છે તેને કડક સજા થવી જોઈએ. આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે દાન પાત્રોમાંથી થયેલી ચોરીથી રામ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે.
દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ ખાતે બનેલું ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ અને કરોડો રામ ભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનને કારણે સમગ્ર હિન્દુ સમાજ માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. અયોધ્યાના શ્રી રામલલ્લા મંદિરમાં રાખવામાં આવેલા દાન પાત્રમાં જમા થયેલા પૈસા ચોરીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સમગ્ર સમાજ અને રામ ભક્તોની ભાવનાઓ અને શ્રદ્ધાને ઠેસ પહોંચાડી છે અને આ ઘટનાથી અમે બધા આહત છીએ.
તેમણે વધુમાં કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકારે એસઆઈટીની રચના કરીને તપાસ શરૂ કરી છે. આ તપાસમાં જે પણ દોષી સાબિત થાય છે, તેને આકરી સજા સુનિશ્ચિત કરવી જરૂરી છે.
“વર્તમાન ભ્રમ અને મૂંઝવણની સ્થિતિ સમાપ્ત થવી જોઈએ”
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સહિત સમગ્ર હિન્દુ સમાજની અપેક્ષા છે કે આ અત્યંત નિંદનીય ઘટનાને અસાધારણ માનીને ગંભીરતાથી વ્યવસ્થા અને સંચાલનની તમામ ખામીઓ દૂર કરવા માટે પગલાં ઉઠાવો જેથી શ્રી રામ મંદિરમાં કરોડો રામ ભક્તોની આસ્થા અને આદર અતૂટ રહે. તેમણે કહ્યું હતું કે વર્તમાન ભ્રમ અને મૂંઝવણની સ્થિતિ સમાપ્ત થવી જોઈએ.
મંદિર ટ્રસ્ટના છેલ્લા પાંચ વર્ષના ખાતાનું ફરી ઓડિટ કરશે એસઆઈટી
શ્રીરામ મંદિર દાન કેસની તપાસ કરી રહેલી એસઆઈટી છેલ્લા પાંચ વર્ષથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતાઓનું ફરીથી ઓડિટ કરશે કારણ કે પ્રાથમિક તપાસમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ હોવાનો સંકેત મળ્યો છે.
સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે રિ-ઓડિટમાં બાંધકામ સંબંધિત ખર્ચ તેમજ દાન તરીકે મળેલા ઝવેરાત અને સોના અને ચાંદીની અન્ય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન કથિત ઉચાપતના પુરાવા સામે આવ્યા બાદ એસઆઈટી સમગ્ર પાંચ વર્ષ માટે ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડની વિગતવાર તપાસ કરશે.
#WATCH | RSS Basic Secretary Dattatreya Hosabale says, “…The unlucky incident of theft from the donation bins positioned within the Shri Ram Lalla Temple in Ayodhya has wounded the emotions and reverence of your entire society and Ram devotees, and we’re all damage by this… pic.twitter.com/hEOk3J2w4g
— ANI (@ANI) July 3, 2026
કયા આરોપી પાસેથી કેટલા રુપિયા મળ્યા?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અવિનાશ શુક્લા પાસેથી 20.39 લાખ રૂપિયા, કરુણાશ પાંડે પાસેથી 18.07 લાખ રૂપિયા, અનુકલ્પ મિશ્રા પાસેથી 16.82 લાખ રૂપિયા, લવકુશ મિશ્રા પાસેથી 14.25 લાખ રૂપિયા, રમાશંકર મિશ્રા પાસેથી 7.32 લાખ રૂપિયા અને રામશંકર યાદવ ઉર્ફે ટીનુ પાસેથી 1 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.
અયોધ્યા વિવાદથી VHP ને ફટકો : રામ મંદિરમાં ઉચાપત કેસથી ‘મંદિર મુક્તિ અભિયાન’ નબળું પડ્યું? સંઘની અંદર વધી ચિંતા
પોલીસે તપાસ દરમિયાન લગભગ 11 ગ્રામ સોનું, લગભગ 375 ગ્રામ ચાંદી અને 1,121 અમેરિકન ડોલર પણ જપ્ત કર્યા છે. સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ અયોધ્યાના એક યોગ સેન્ટરમાંથી પેટીએમ ક્યૂઆર કોડ સાથે “રામરાજ્ય કોષ” લેબલવાળું એક દાન બોક્સ પણ જપ્ત કર્યું હતું, જ્યાં અવિનાશ શુક્લા લગભગ એક દાયકાથી રહેતો હતા.
