મનોરંજન ન્યૂઝ | Christmas 2025 | દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ સેલિબ્રિટીઓએ ખૂબ જ સ્ટાઇલ સાથે ક્રિસમસ (Christmas) ની ઉજવણી કરી હતી. રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે (Alia Bhatt) આલિયાની માતા સોની રાઝદાન દ્વારા આયોજિત ક્રિસમસ ડિનરમાં હાજરી આપી હતી.
ક્રિસમસ સેલિબ્રેશન કરવામાં બોલીવુડ સેલિબ્રિટીઝ પણ પાછળ નથી, ન્યુ પેરેન્ટસ કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલે (Vicky Kaushal) તેના ઘરે ફેમિલી સેલિબ્રેશન કર્યું છે. અહીં જુઓ ફોટોઝ
કેટરિના કૈફે ક્રિસમસ સેલિબ્રેશન
ગુરુવારે સાંજે કેટરિના કૈફે ઇન્સ્ટાગ્રામ પર ચાહકોને તેના ક્રિસમસના તહેવારોની ઝલક આપવા માટે એક પોસ્ટ શેર કરી હતી. એક પોસ્ટ શેર કરીને, જેમાં તેના સાળા સની કૌશલ અને તેના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ પણ હતા, તેણે કેપ્શન આપ્યું, “બધાને પ્રેમ આનંદ અને શાંતિ મળે, મેરી મેરી ક્રિસમસ!”
ગોવિંદાની પત્ની સુનિતા આહુજા પતિ વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, 2025 ને પરિવાર માટે ‘ખરાબ વર્ષ’ રહ્યું?
કેટરિના કૈફ મમ્મી બન્યા બાદ આ પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હતી. વિક્કી કૌશલે તેની ઐતિહાસિક એક્શન ફિલ્મ ‘છાવા’ સાથે વર્ષની સૌથી મોટીબોક્સ ઓફિસ સફળતાઓમાંની એક આપી છે, જે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની હતી. તે હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન કેટરિના કૈફ ગયા વર્ષે આવેલી ‘ મેરી ક્રિસમસ’ પછી એક પણ રિલીઝ થઈ નથી, જેમાં વિજય સેતુપતિનો સમાવેશ થાય છે.
