ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ફોર્મેટ મુજબ 4 માર્ચે રમાનારી પ્રથમ સેમીફાઈનલમાં ભારત ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલી ટીમનો સામનો કરશે. ગ્રુપ B ની બે સેમીફાઈનલ ટીમો હજુ નક્કી થઈ નથી. પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે, ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે, ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે અને અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે, પરંતુ અત્યાર સુધી આ બધી ટીમો ફક્ત 1-1 મેચ રમી છે. તો જોવાનું એ રહે છે કે ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ટોપ 2 માં સ્થાન મેળવે છે. ત્યાં જે ટીમ નંબર 2 પર રહેશે તે 4 માર્ચે દુબઈમાં ટીમ ઈન્ડિયા સામે સેમીફાઈનલ રમશે.
