Bangali Sweets Recipe: ગુલાબ જાંબુથી વધુ સ્વાદિષ્ટ છે પ્રખ્યાત બંગાળી મીઠાઇ પંતુઆ, જાણો રેસીપી અને સામગ્રી

Bangali Sweets Recipe: ગુલાબ જાંબુથી વધુ સ્વાદિષ્ટ છે પ્રખ્યાત બંગાળી મીઠાઇ પંતુઆ, જાણો રેસીપી અને સામગ્રી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Bangali Sweets Pantua Recipe In Gujarati : ભારતમાં મીઠાઇ વગર તહેવાર હોય કે લગ્ન પ્રસંગની ઉજવણી લગભગ અશક્ય છે. ગુલાબ જામુન એક પરંપરાગત મીઠાઈ છે જે ઉત્તર ભારતમાં ખૂબ પસંદ આવે છે. તેવી જ રીતે બંગાળની પંતુઆ મીઠાઈ પણ ગુલાબ જાંબુ જેવી જ દેખાય છે. લોકો ઘણીવાર ખાસ પ્રસંગે પંતુઆ મીઠાઇ બનાવે છે. પરંતુ બંને મીઠાઈઓના સ્વાદમાં બહુ મોટો ફરક હોય છે.

પંતુઆ એ બંગાળની પરંપરાગત મીઠાઈ છે જે મોટે ભાગે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવવામાં આવે છે. ઘણીવાર પંતુઆને જોયા પછી લોકો તેને ગુલાબ જામુન સમજવાની ભૂલ કરે છે. કારણ કે બંને ગોળાકાર, ચાસણીમાં ડૂબેલી અને ઘેરા ભૂરા રંગની હોય છે. પરંતુ આ બંને વચ્ચેનો તફાવત તેની અંદર છુપાયેલો છે. મોંમાં ઓગળી ગયા બાદ જ આ બંને મીઠાઇ વચ્ચેનો તફાવત જાણી શકાય છે.

સામાન્ય રીતે, ગુલાબ જાંબુ માવા અથવા દૂધના પાવડરમાંથી બનાવવામાં આવે છે, પરંતુ પંતુઆ મીઠાઇમાં પનીર અને ખોયા બંનેનો ઉપયોગ થાય છે. જેના કારણે પંતુઆ ગુલાબ જામુન જેવી દેખાય છે. આ સિવાય આ મીઠાઇ તળ્યા પછી ડાર્ક બ્રાઉન અને સહેજ ક્રિસ્પી પણ બની જાય છે.

પંતુઆ મીઠાઇ બનાવવા માટે સામગ્રી

  • પનીર
  • દૂધનો માવો
  • મેંદો
  • ખાંડ
  • ઘી
  • બેકિંગ પાઉડર
  • લીલી એલચી

Pantua Recipe : પંતુઆ મીઠાઇ બનાવવાની રીત

સૌ પ્રથમ, તાજું પનીર અને માવાને સારી રીતે મેશ કરો જેથી તેમાં કોઈ ગઠ્ઠો ન રહે. તેમા થોડો મેંદાનો લોટ અને બેકિંગ પાવડર ઉમેરો અને નરમ લોટ જેવું તૈયાર કરો.

લોટ બાંધ્યા બાદ તેમાથી નાના નાના બોલ બોલાવો. આ દરમિયાન બીજી બાજુ એક કઢાઇમાં ખાંડ અને પાણી ઉમેરીને એક તારની ચાસણી તૈયાર કરો. જો તમે ઇચ્છો તો સ્વાદ અને સુગંધ માટે તેમાં એલચી પાવડર ઉમેરી શકો છો.

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા નાના બોલને ઘેરા બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપ પર તળો. એક વાતનું ધ્યાનમાં રાખો કે, ગેસની આંચ વધારે ન હોવી જોઈએ કારણ કે, તેનાથી તે અંદરથી કાચા રહી શકે છે.

પંતુઆનો રંગ બ્રાઉન થઈ જાય અને ઉપરથી સહેજ ક્રિસ્પી દેખાવા માંડે ત્યારે તેને કઢાઈમાં બહાર કાઢી લો. આ પછી તેને તરત ચાસણીમાં નાખો જેથી અંદર સુધી મીઠાઇ ભરાય.

આ પણ વાંચો | શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર વેજ કબાબ રેસીપી, લોહીની ઉણપ પણ દૂર કરશે

હવે તેને ઓછામાં ઓછા 2 થી 3 કલાક સુધી ચાસણીમાં ડૂબાડી રાખો, જેથી મીઠાશ અંદર સુધી જાય અને નરમ રસદાર બને. મહેમાનોને બંગાળની પ્રખ્યાત મીઠાઇ પંતુઆ પીરસો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *