ગરમીમાં રાંધેલો ખોરાક 3 કલાકની અંદર કેમ ખાઇ લેવો જોઈએ, આયુર્વેદ અને સાયન્સ શું કહે છે?

ગરમીમાં રાંધેલો ખોરાક 3 કલાકની અંદર કેમ ખાઇ લેવો જોઈએ, આયુર્વેદ અને સાયન્સ શું કહે છે?

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Well being Information Gujarati : ઉનાળામાં બીમાર ન થવું હોય તો તમારે ડાયેટનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે વાસી ખોરાક ખાવાનું ટાળવાની ભલામણ કરવામાં આવે છે. જોકે લોકો ઘણીવાર ફ્રીજમાં ખોરાક રાખે છે અને ફરીથી ગરમ કરીને ખાય છે. શાકભાજી, દાળથી લઈને ભાત અને રોટલીને ગરમીમાં લોકો રેફ્રિજરેટરમાં રાખે છે. ભલે વિજ્ઞાનના મતે કે ખોરાક ફરીથી ગરમ કરીને ખાઈ શકાય છે. જોકે આયુર્વેદે હજારો વર્ષ પહેલાં જ નિયમ બનાવ્યો હતો કે ખોરાક રાંધ્યાના થોડા કલાકોમાં જ ખાઈ લેવો જોઈએ. ચોક્કસ કલાકો સુધી રાંધ્યા પછી, ખોરાકમાં બેક્ટેરિયા વધવા લાગે છે.

WHO ના અહેવાલ મુજબ તાજો રાંધેલો ખોરાક તરત જ ખાવો એ એક સ્વસ્થ પ્રથા છે. સ્ટોર કરેલા ખોરાકમાં બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે, જે ઉનાળામાં બીમારીનું કારણ બની શકે છે.

વાસી ખોરાક કેમ ટાળવો જોઈએ?

WHO એ આ બાબતે માર્ગદર્શિકા પણ જારી કરી છે જેથી લોકો વાસી ખોરાક ખાવાથી બીમાર ના થાય. પકાવવાથી ખોરાકમાં રહેલા હાર્મફુલ બેક્ટેરિયા સંપૂર્ણપણે ખતમ થઇ જાય છે. પરંતુ જ્યારે ખોરાક 5 થી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છોડી દેવામાં આવે છે ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે, જેને ખાવાથી ફૂડબોર્ન રોગોનો ડર રહે છે.

આયુર્વેદ અનુસાર વાસી ખોરાક ખાવાથી શરીરમાં દોષ અસંતુલન થાય છે. વાત, પિત્ત અને કફ દોષોનું બેલેન્સ બગડે જે પાચનક્રિયાને અસર કરે છે. તેથી રસોઈ કર્યાના 1-3 કલાકની અંદર ખોરાકનું સેવન કરવું શ્રેષ્ઠ છે.

ફરીથી ગરમ કરવાથી ખતમ થવા લાગે છે ન્યૂટ્રિશન

જ્યારે ખોરાક ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે તેના પોષક તત્વો નષ્ટ થવા લાગે છે. એક્સપર્ટના મતે કેટલાક ન્યૂટ્રિએંટ્સ અને વિટામિન હીટ, હવા પ્રત્યે સંવેદનશીલ હોય છે અને ફરીથી ગરમ કરવાથી તે ખતમ થવા લાગે છે, જેથી ફૂડની હેલ્ધી વેલ્યૂ પણ ઘટી જાય છે.

રાંધેલો ખોરાક 1-3 કલાકની અંદર ખાઇ લેવો જોઈએ

વિજ્ઞાન અને આયુર્વેદ બંને માને છે કે તાજા રાંધેલા ખોરાકમાં વાસી ખોરાક કરતાં વધુ પોષક તત્વો હોય છે. સમય જતાં ખાવાના ન્યૂટ્રિશન ખતમ થવા લાગે છે અને બગડવાનું શરૂ કરે છે તેથી રાંધેલા ખોરાકને ફક્ત 1-3 કલાક સુધી જ ફ્રેશ માનવામાં આવે છે. આ પછી ખોરાક વાસી થઈ જાય છે અને બેક્ટેરિયા વધવા લાગે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *