Amul Milk Worth Hike: મોંઘવારીનો માર! અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ

Amul Milk Worth Hike: મોંઘવારીનો માર! અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમૂલે સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગુરુવારથી અમુલ દૂધ દેશભરમાં પ્રતિ લિટર બે રૂપિયા વધુ મોંઘુ થશે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ વધતા ખર્ચને કારણે તેના અમુલ-બ્રાન્ડેડ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા અમુલે છેલ્લે 1 મે, 2025 ના રોજ દૂધના ભાવમાં વધારો કર્યો હતો.

એક જાહેર નિવેદનમાં GCMMF એ જાહેરાત કરી હતી કે, 14 મેથી દેશભરમાં વિવિધ અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો કરવામાં આવી રહ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભાવમાં વધારો આશરે 2.5% થી 3.5% જેટલો છે. આ વધારો ખાદ્ય ચીજોના સામાન્ય ફુગાવાના દર કરતા ઓછો છે.

અમુલે જણાવ્યું કે તેણે પશુઓના ચારા, દૂધ પેકેજિંગ અને બળતણ સાથે સંકળાયેલા વધતા ખર્ચને કારણે આ નિર્ણય લીધો છે. અમુલે એ પણ નોંધ્યું કે તે દૂધ સપ્લાય કરનારા ડેરી ખેડૂતોને ઊંચા દર ચૂકવી રહ્યું છે. કંપનીએ ખેડૂતો માટે પ્રતિ કિલોગ્રામ ફેટના ખરીદ ભાવમાં ₹30 નો વધારો કર્યો છે જેથી તેઓને વધુ સારું વળતર મળે.

અમૂલના કયાં દૂધમાં કેટલો વધારો કરાયો

વેરિઅન્ટ પેક (Pack Measurement) હાલની MRP વધારો (Enhance ₹) નવી MRP
અમૂલ તાઝા 500 ML 28 1 29
અમૂલ તાઝા 1 L 55 2 57
અમૂલ શક્તિ 500 ML 31 1 32
અમૂલ શક્તિ 1 L 62 2 64
અમૂલ ગોલ્ડ 500 ML 34 1 35
અમૂલ ગોલ્ડ 1 L 68 2 70
ટી સ્પેશિયલ 1 L 63 3 66
ગાયનું દૂધ 500 ML 29 1 30
ભેંસનું દૂધ (Buffalo Milk) 500 ML 37 2 39



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *