Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad Air India Aircraft Crash Anniversary : અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કરુણાંતિકની આજે પ્રથમ વરસી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા એટલે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદ થી લંડન જતા એર ઈન્ડિયા બોઇંગ 787 વિમાનના મુસાફરોન ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન હશે. કોઇ લંડન ભણવા, વિદેશમાં સ્થાયી થવા, પોતાના સ્વજનોને મળવાના સપના લઇ લંડન જઇ રહ્યા હતા, પણ ક્યા ખબર હતી કે આ વિમાન મુસાફરી તેમને દુનિયાથી હંમેશા માટે દૂર લઇ જશે. આ વિમાન દુર્ઘટનાએ કોઇના પિતા, બાળક, બહેન, પત્ની તો અમુકના આખો પરિવાર છિનવી લીધો છે. 

વિમાન બન્યું મોતનું જહાજ

આ કરુણાંતિકની વાત કરીયે તો 12 જૂન, 2025ના રોજ ભારતીય સમયાનુસાર બપોરે 1:39 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ના રનવે 23 પરથી એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાને લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાની થોડીક મિનિટ બાદ ફ્લાઇટના ક્રૂ મેમ્બરે MEDAY સિગ્નલ જાહેર કર્યું હતું, પરંતુ તેને ફોલો-અપ કોમ્યુનિકેશન મળ્યું ન હતું. આ વિમાન મેઘાણી નગર વિસ્તારમાં આવેલી બીજે મેડિકલની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. અહેવાલ મુજબ વિમાને 625 ફૂટની ઉચાઈ પર સિગ્નલ ગુમાવ્યું હતું અને ઝડપથી નીચે ઉતર્યું હતું. વિમાનને પ્રસ્થાન માટે સાફ કરવામાં આવ્યાના લગભગ નવ મિનિટ પછી આ ક્રેશ થયું હતું.

અમદાવાદ પ્લેન ક્રેશમાં કુલ 260 લોકોના કરુણ મોત 

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેનમાં મુસાફરી કરનાર 242 લોકોના કરુણ મોત થતા હતા. ઉપરાંત બીજે મેડિકલની હોસ્ટેલમાં અને રોડ પરથી પસાર થઇ રહેલા અન્ય 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આમ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં કુલ 260 લોકોના મોત થયા હતા. જો કે આ વિમાનમાં મુસાફરી કરનાર 40 વર્ષીય રમેશ વિશ્વાસ કુમારનો ચમત્કારી બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ પ્લેન ક્રેશમાં લંડન જઇ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયુ હતું. 

વળતર નહીં, મૃતકોના પ્રિયજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર

અમદાવાદ વિમાન દૂર્ઘટનાને એક વર્ષ થવા છતાં પણ એર ઈન્ડિયાન બોઇંગ 787 પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ હજી સુધી બહાર આવ્યું નથી. કોઇ પાયલોટની ભૂલ ગણાવે છે તો કોઇ બોઇંગ વિમાનમાં ખામીને જવાબદાર માને છે. હજી પણ પ્લેન ક્રેશની તપાસ ચાલી રહી છે. પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનો દૂર્ઘટનાગ્રસ્ત વિમાનના બ્લેક બોક્સની માહિતી જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે, જેથી સત્ય બહાર આવે, માત્ર વળતર આપવું પુરતું નથી. તેઓ આ કરુણાંતિકની પારદર્શક તપાસ, જવાબદારી અને ન્યાય છીએ.

આ પણ વાંચો | Air India પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! પાયલોટની ભૂલ કે વિમાનમાં ખામી?

અમદાવાદ વિમાન દૂર્ઘટનાની પ્રથમ વરસી પર આખી દુનિયાની નજર ‘એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો’ (AAIB) તરફ મંડાયેલી છે. ઇન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ, કાલે આ અકસ્માતનો સત્તાવાર રિપોર્ટ આવી શકે છે, જે કદાચ ઉડ્ડયન જગતમાં મોટો ભૂકંપ લાવી શકે છે. વધુ વાંચવા ક્લિક કરો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *