Welcome To The Jungle Trailer : 19 વર્ષ બાદ અક્ષય કુમારે ફિલ્મ ‘વેલકમ’ ફ્રેન્ચાઇઝીમાં વાપસી કરી છે. અહમદ ખાનની દિગ્દર્શિત ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 4 મિનિટ 10 સેકન્ડના ટ્રેલર વીડિયોમાં તમને દરેક ફ્રેમમાં મનોરંજક કોમિક ટાઇમિંગ જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં રાજપાલ યાદવ અને પરેશ રાવલ જોવા મળે છે અને તેઓ ફિલ્મના પાત્રો જાહેર કરે છે.
ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર
26મી જૂને રિલીઝ થનારી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર આજે રિલિઝ થયું હતું. જેમાં એક પછી એક પાત્રોને રિવીલ કર્યા છે. આટલી મોટી સ્ટાર કાસ્ટ હોવા છતાં તેમણે દરેક પાત્રનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે અને કોમિક ટાઇમિંગને સ્થાન આપ્યું છે.
ટ્રેલરની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે ભારતની પહેલી 2000 કરોડ રુપિયાની ફેક ફિલ્મ જે પરેશ રાવલ બનાવી રહ્યા છે તેનું નામ ‘વેલકમ ટુ ધ જંગલ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ એક જંગલ જેવી છે જેમાં તમને તમામ પ્રકારના પાત્રો જોવા મળશે. ફિલ્મના પાત્રો ચારે બાજુથી એકબીજાને રોસ્ટ કરે છે જે જોવું ખૂબ રસપ્રદ છે.
ટ્રેલરમાં સુનીલ શેટ્ટીએ ફ્લોપ ફિલ્મો માટે અક્ષય કુમારને રોસ્ટ કર્યો છે, તો એક તરફ જેકલીનને ફિલ્મમાં માત્ર ગ્લેમર માટે કાસ્ટ કરવામાં આવી છે, તે આ વિશે સત્ય પણ કહે છે. ચાહકોને આ ટ્રેલર ખૂબ જ ગમ્યું છે, તેઓ કહે છે કે આ કોમેડી ફિલ્મ કરતાં વધુ રોસ્ટિંગ ફિલ્મ છે. ચાહકોએ અક્ષયની કોમેડી સ્ટાઇલમાં પણ વખાણ કર્યા છે.
19 વર્ષ બાદ અક્ષય કુમારની વાપસી
વેલકમ’ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. આ ફિલ્મ ઘણી હિટ રહી હતી. એ પછી વર્ષ 2015માં આ ફ્રેન્ચાઇઝીનો બીજો ભાગ જોવા મળ્યો હતો, જેમાં અક્ષય કુમાર ન હતો. હવે 19 વર્ષ બાદ અક્ષય કુમાર આ ફિલ્મની ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલો છે અને કોમેડીના માસ્ટર્સ સાથે જોવા મળી રહ્યો છે. અક્ષય કુમાર ભલે ફિલ્મના મુખ્ય પાત્રમાં જોવા મળે છે, પરંતુ ટ્રેલરમાં તમે જોશો કે દરેક અભિનેતા પોતાનું પાત્ર સારી રીતે ભજવે છે અને સ્ક્રીન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોવા મળે છે.
મજનૂભાઈ અને ઉદયભાઈના ભાઈની એન્ટ્રી
આ ફિલ્મમાં ફિલ્મ ‘વેલકમ’ના આઇકોનિક પાત્રો મજનૂભાઈ અને ઉદય શેટ્ટીની જગ્યાએ તેમના ભાઈના પાત્રો લેવામાં આવ્યા છે. તેની ભૂમિકા અરશદ વારસી અને સુનીલ શેટ્ટીએ ભજવી છે. સાથે જ આ ફિલ્મમાં માત્ર તેમના પાત્રોમાં જ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ મજનૂભાઈના ઘોડા અને ગધેડાના આઇકોનિક પેઇન્ટિંગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
અક્ષય કુમાર પર શક્તિમાન ફેમ લલિત પરિમૂએ પ્રહાર કર્યો, કેમ 50 કરોડ લઇ રહ્યો છે, નિવૃત્તિ થઇ જવું જોઈએ
ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ 26 જૂને થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન અહેમદ ખાને કર્યું છે અને ફિરોઝ નડિયાદવાલા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દિશા પટની, રવિના ટંડન, અરશદ વારસી, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, કૃષ્ણા-કિકુ, જેકલીન, જોની લીવર, તુષાર-શ્રેયસ, લારા દત્તા, દલેર મહેંદી અને અન્ય કલાકારો છે.
