પીએમ મોદીના પ્રવાસને પગલે આબુ-અંબાજી જતાં આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


PM Narendra Modi Gujarat go to : પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. આગામી 14 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવવાના છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તે હેતુસર બનાસકાંઠા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી.પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(બી) અન્વયે 12 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી વાહનવ્યવહારના રૂટ ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

પ્રતિબંધિત રુટ અને વૈકલ્પિક માર્ગ

આ હુકમ મુજબ આબુરોડ (રાજસ્થાન) તરફથી અંબાજી થઈ હિંમતનગર જતા વાહનોએ વાયા પાલનપુર થઈ હિંમતનગર જવાનું રહેશે, જ્યારે હિંમતનગર તરફથી અંબાજી થઈ આબુરોડ (રાજસ્થાન) જતા વાહનોએ હડાદ થઈ વાયા પાલનપુર થઈ આબુરોડ જવાનું રહેશે. 

આ ઉપરાંત અંબાજી મંદિરે દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પણ રૂટમાં ફેરફાર કરાયો છે, જે મુજબ હિંમતનગર તરફથી અંબાજી દર્શન અર્થે આવતા વાહનોએ હડાદ-દાંતા થઈ અંબાજી આવવાનું રહેશે, તેમજ પાલનપુર તરફથી બાલારામ-વિરમપુર થઈ અંબાજી દર્શન અર્થે આવતા વાહનોએ પાલનપુર-દાંતા થઈ અંબાજી આવવાનું રહેશે. 

પીએમ મોદી 13 નવેમ્બરે રાત્રે અમદાવાદ પહોંચશે

પીએમ મોદી 13 નવેમ્બરે રાત્રે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે 14 નવેમ્બરે સવારે 10 વાગ્યા આસપાસ પીએમ મોદી હેલિકોપ્ટર મારફતે અમદાવાદથી બનાસકાંઠા જવા રવાના થશે. જ્યાં બપોરે અંબાજી ખાતે વડાપ્રધાન દર્શન અને પૂજાવિધિ કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *