Carrot Juice Well being Advantages : ઠંડીની ઋતુ ભલે આહલાદક લાગતી હોય પરંતુ આ ઋતુમાં બીમારીઓનું જોખમ પણ સૌથી વધુ વધી જાય છે. ઠંડા પવન, શરીરનું તાપમાન ઘટવું, વધતું પ્રદૂષણ, ઓછો સૂર્યપ્રકાશ મળવો અને નબળી રોગપ્રતિકારક શક્તિ શરીરને ઝડપથી બીમાર બનાવે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય જાળવવા માટે આ ઋતુમાં પૌષ્ટિક અને સ્વસ્થ આહારનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.
આ ઋતુમાં કેટલાક શાકભાજીનું જ્યૂસ, ખાસ કરીને ગાજરનું જ્યૂસ ખૂબ અસરકારક સાબિત થાય છે. ઠંડીની ઋતુમાં લોકો શરદીના ડરથી ઘણીવાર જ્યુસ પીતા નથી, પરંતુ જો તમે ઠંડીની ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે ગાજરનો રસ પી શકો છો. ગાજરનું જ્યૂસ ત્વચાથી લઇને આંખો, હૃદય અને કિડની માટે ફાયદાકારક છે.
FISICO Weight loss plan and Aesthetic Clinic ના ડાયેટિશિયન ડો.વિધિ ચૌલાના જણાવ્યા અનુસાર શિયાળામાં ગાજરનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ગાજરનું જ્યૂસ આંખો, ત્વચા, હૃદય અને લીવરને સ્વસ્થ રાખે છે. તેમાં હાજર બીટા કેરોટિન અને વિટામિન એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે.
ગાજરમાં કેરોટિનોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ, પોલિએસિટિલિન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ અને એન્ટી ઇંફ્લેમેટરી કંપાઉન્ડ્સ શરીરને ચેપથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ચાલો જાણીએ શિયાળામાં ગાજરનો રસ પીવાના કયા કયા સ્વાસ્થ્ય લાભો થાય છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર
ગાજરમાં હાજર પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હૃદયના સ્નાયુઓ પરનું દબાણ ઘટાડે છે અને રક્ત વાહિનીઓને રિલેક્સ કરે છે. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે ગાજરનો રસ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. જોકે કિડનીની સમસ્યા ધરાવતા લોકોએ તેને ફક્ત ડોક્ટરની સલાહથી જ લેવું જોઈએ.
કરચલીઓ ઘટાડે છે
ગાજરમાં હાજર બીટા કેરોટિન શરીરમાં વિટામિન એમાં રૂપાંતરિત થાય છે, જે ત્વચાના કોષોને રિપેર કરે છે, કરચલીઓ ઘટાડે છે અને કુદરતી કોલેજનમાં વધારો કરે છે. તે ત્વચાની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે અને પિંગમેંટેશન ઘટાડે છે.
આંખોની રોશની વધારે છે
વિટામિન એ, સી, લ્યુટિન અને ઝેક્સાન્થિન જેવા કેરોટિનોઇડ્સ ગાજરમાં જોવા મળે છે જે આંખોને તેજ સૂર્યપ્રકાશ અને હાનિકારક રોશનીથી બચાવે છે. જો આ જ્યુસનું દરરોજ સેવન કરવામાં આવે તો તમારા આંખોના ચશ્માના નંબર ઘટી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
ગાજરના જ્યૂસનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે. આ જ્યુસ શિયાળામાં રોગો સામે રક્ષણ આપે છે.
લસણનું ખાટું-તીખું અથાણું ઘરે બનાવો, એકદમ સ્વાદીષ્ટ લાગશે
લિવાર ડિટોક્સ થાય છે અને પાચન સારું રહે છે
ગાજરના કેરોટિનોઇડ્સ ફ્રિ રેડિકલ્સને ન્યૂટ્રલાઇઝ કરી લિવર સેલને ડેમેજ થવાથી બચાવે છે અને બાઇલ ફ્લો ને વધારે છે. જેનાથી ફેટ બ્રેકડાઉન અને ડિટોક્સિફિકેશનમાં સુધારો કરે છે. તેમાં હાજર ફાઇબર પાચનને સ્વસ્થ રાખે છે અને કબજિયાતથી રાહત આપે છે.
હૃદયને મજબૂત રાખે છે
ગાજરનું ફાઇબર ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) ઘટાડે છે અને પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. બીટા-કેરોટિન હૃદયના કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે અને બળતરા ઘટાડે છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
