શિયાળામાં ઘરે બનાવો ઉંબાડિયું, નોંધી લો રેસીપી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



શિયાળાની ઋતુમાં શરીરને ઉર્જા આપે તેવી દેશી વાનગીઓમાં ઉંબાડિયું સૌથી ટોપ પર આવે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરત પંથકનું આ ખાસ ઉંબાડિયું ઘરે જ કૂકર કે માટલામાં હોટેલ જેવા ટેસ્ટ સાથે સરળતાથી બનાવી શકાય છે. સામાન્ય રીતે તેને ચુલા પર બનાવવામાં આવે છે. તમે તમારા ઘરે પણ વલસાડના ટેસ્ટી ઉંબાડિયાનો સ્વાદ માણી શકો છો.

ઉંબાડિયા માટે સામગ્રી

  • 600 ગ્રામ સુરતી પાપડી
  • 400 ગ્રામ રતાળું
  • બે શક્કરિયાં
  • 6 થી 7 બટાકા
  • નાના રીંગણ
  • બે કપ સિંગદાણાનો ભૂકો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 

ઉંબાડિયા માટે લીલો મસાલો સામગ્રી

  • કોથમીરની પેસ્ટ
  • લીલા લસણની પેસ્ટ
  • લીલા મરચાની પેસ્ટ
  • આદુની પેસ્ટ
  • લીલી હળદરની પેસ્ટ
  • સિંગદાણાનો ભૂકો
  • ધાણાજીરુ
  • તલ
  • ગરમ મસાલો
  • અજમો
  • હિંગ
  • તેલ

ઉંબાડિયું બનાવવાની રીત

ઉંબાડિયું બનાવવા માટે સૌ પ્રથમ બધા શાકભાજીને મોટા કાપીને તૈયાર કરવા. લીલા ધાણા, લસણ, લીલી ડૂંગળી અને ફુદીનાને બરાબર ધોઈ લેવા. પણ ડાળીઓને રાખવી. તેનો ઉપયોગ ઉબાડિયું બનાવતી વખતે કરવો.

હવે એક મોટા વાસણમાં ઉંબાડિયાના લીલા મસાલાની બધી સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લેવું. જેનાથી તે એકરસ થઈ જાય. તૈયાર કરેલા શાકભાજી ઉમેરીને બધા શાકભાજી પર મસાલો બરાબર લાગી જાય એ રીતે હલાવી લેવું. બટાકાના ચીરા પાડીને તેમાં પણ મસાલો ભરી દેવો.

આ પણ વાંચો: ભોજનને આપો નવો રોયલ ટ્વિસ્ટ, ઘરે બનાવો ચટપટા અને મસાલેદાર હેદરાબાદી વઘારેલા રીંગણ; નોંધી લો સરળ રેસીપી

એક માટલામાં પા કપ પાણી ઉમેરી ધાણા, ફુદીના અને લીલા લસણની ડાળીઓ પાથરવી. હવે તેના પર તૈયાર કરેલા શાકભાજી પાથરી દેવા. એની ઉપર વધેલી ડાળીઓને ઉપર પાથરી દેવી. માટલાને ઉપરથી બંધ કરી દેવું. બધા જ શાકભાજીને 40 થી 45 મિનિટ માટે થવા દો અને બફાવા દો.

ઉબાડિયું તૈયાર થઈ જાય ત્યારે આ વધેલી ચટણીને તમે છેલ્લે માટલામાં શાકભાજીમાં નાંખો અને બે મિનિટ માટે પાકવા દો. હવે તમારૂં ગરમા-ગરમ ઊંબાડિયું તૈયાર છે. જો તમે કૂકરમાં બનાવી રહ્યા છો તો તેને ગેસ પર પહેલા તવી રાખીને કૂકર મુકવું. અને સેમ રેસીપી ટ્રાય કરવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *