Ramayana First Evaluation : નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ ‘રામાયણ’નું પ્રીમિયર 27 ઓક્ટોબરે લોસ એન્જલસના એકેડેમી મ્યુઝિયમમાં થયું હતું. પ્રીમિયર બાદ ત્યાં હાજર દર્શકો અને ફિલ્મ સમીક્ષકોની પ્રતિક્રિયા આ સામે આવી રહી છે. રામાયણ જોયા બાદ ઘણા લોકોએ આ ફિલ્મની સરખામણી ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ સાથે કરવાની શરૂ કરી દીધી છે.
ફિલ્મ સમીક્ષકો અને ચાહકો તરફથી આ ફિલ્મ પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી. કેટલાક લોકોએ ફિલ્મના ભવ્ય સિનેમેટિક અનુભવના વખાણ કર્યા હતા, તો કેટલાક લોકોએ રણબીર કપૂર અને યશના અભિનય વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
5 નવેમ્બરના રોજ વિશ્વભરના થિયેટરોમાં રજૂ થશે
રણબીર કપૂર અને સાંઈ પલ્લવીની આ ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રજૂ થવાની છે. તે પહેલા આ ફિલ્મ વિદેશમાં જોવા મળી ચૂકી છે. આ સ્ક્રીનિંગમાં વિદેશી ફિલ્મ સમીક્ષકો તેમજ ભારતીય સમીક્ષકોએ હાજરી આપી હતી. ફિલ્મ ‘રામાયણ’માં કેટલાકને ફિલ્મના વિઝ્યુઅલ્સ પસંદ આવ્યા હતા, તો કેટલાકને ફિલ્મનો ભવ્ય એક્સપિરીયન્સ ગમ્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ જર્નાલિસ્ટ રામાએ “રામાયણ: રાઇઝ ઓફ અ લિજેન્ડ” ની પ્રશંસા કરી હતી અને તેના વિઝ્યુલ, સંગીત અને એક્શનને શાનદાર ગણાવી હતી. તેણે રણબીર કપૂરના અભિનય અને યશની સ્ક્રીન હાજરીના પણ વખાણ કર્યા હતા. તેના જણાવ્યા મુજબ ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ્સ, ડાન્સ, મ્યુઝિક અને એક્શન દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. રામાએ આ વર્ષના સૌથી અદભૂત અને સિનેમેટિક અનુભવોમાંનો એક ગણાવ્યો જેણે પ્રેક્ષકોને કહાની કહેવાની દુનિયામાં ડૂબી દીધા હતા.
Ramayana Rise of a Legend was spectacular! The visuals, the dances, the music, the motion had been all colossal. Ranbir Kapoor was chic, Yash was magnetic. Certainly one of this 12 months’s most immersive cinematic experiences. A grand spectacle! #Ramayana https://t.co/MAw7rNaqS1
— Rama’s Display (@RamasScreen) October 28, 2026
રણબીર કપૂરના અભિનયની પ્રશંસા
ફિલ્મ સમીક્ષક થેરેસા સિમોનીએ ફિલ્મની સમીક્ષા કરતી વખતે લખ્યું હતું કે ફિલ્મમાં રાજકુમાર રામના રોલમાં રણબીર કપૂરના અભિનયે દર્શકોને ભાવુક કરી દીધા હતા. એક દર્શકે તેને આંસુ-લાવનાર અને ક્યારેય ન ભુલનાર અનુભવ ગણાવ્યો હતો.
Akka Trailer : મહિલા સામ્રાજ્ય અને બદલાની કહાની, કીર્તિ-રાધિકાનો દમદાર અંદાજ
એક દર્શકે કહ્યું કે મેં તેનું મૂળ હિન્દી વર્ઝન જોયું. મને તેનું અંગ્રેજી ડબ કરેલું સંસ્કરણ જોવામાં રસ ન હતો. હું આ ફિલ્મને તેના અસલી રૂપમાં જોવા માંગતો હતો. હું આ જ ફિલ્મ જોવા માંગતો હતો.
The actor taking part in Prince Raama (Ranbir Kapoor) is a few severe expertise, moved to tears! An unforgettable expertise. Full #Ramayana overview on Friday.
— Theresa Simoni (@theresasimoni55) October 28, 2026
ફિલ્મ વિશે વાત કરતા અન્ય એક ફિલ્મ સમીક્ષક તેલુગુ ચિત્રાલુએ લખ્યું કે સિનેમાની દુનિયામાં એવું કંઈ નથી જેવું મેં હમણાં જ જોયું છે. આ ફિલ્મ એવી છે કે જાણે એક હજાર અને એક રાતની કોઇ જાદુઈ કથા પડદા પર જીવંત થઈ ગઈ હોય.
#Ramayana FIRST REVIEW OUT!! “There Is Nothing Out There In The Cinematic Universe Like What I Simply Watched. This Movie Is Like A Thousand And One Nights A Fairytale Coming To Life.” #Yash #RanbirKapoor https://t.co/OgniWyz0h5
— Telugu Chitraalu (@CineChitraalu) October 28, 2026
એક દર્શકે “રામાયણ”ની સરખામણી 2001માં રિલીઝ થયેલી ફિલ્મ “ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ” સાથે કરતા તેને એક ભવ્ય અને અદભૂત સિનેમેટિક અનુભવ ગણાવ્યો હતો. તેને આશા હતી કે આ ફિલ્મ રસપ્રદ કહાની આપવાની સાથે સાથે કંઇક નવું શીખવાની તક પણ આપશે. તેના જણાવ્યા અનુસાર રામાયણ જેવી ફિલ્મ સિનેમાની દુનિયામાં પહેલા ક્યારેય જોવા મળી નથી.
અત્યાર સુધી આ ફિલ્મ વિશે સારા રિવ્યૂ જ સામે આવ્યા છે. આ ફિલ્મ 5 નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે. ભારતમાં આ ફિલ્મ કેટલી પસંદ આવશે, અહીંના દર્શકો આ ફિલ્મને કેવી રીતે અપનાવશે તે જોવું રસપ્રદ રહેશે.
