Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં સારી શરૂઆત કરી હતી પરંતુ લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો. મુશ્કેલ બેટિંગ પિચ પર અભિષેક 27 રન બનાવીને મિશેલ સેન્ટનરના બોલ પર નાથન સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો. અભિષેકે તેની ઇનિંગ દરમિયાન એક સિક્સર ફટકારી હતી. આ દરમિયાન એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
અભિષેકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
અભિષેક શર્માએ ક્રાઇસ્ટચર્ચમાં બીજી ટી20માં 21 બોલમાં 27 રન બનાવ્યા હતા, જેમાં એક સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. આ સિક્સર સાથે તે આંતરરાષ્ટ્રીય ટી20માં પાવરપ્લેમાં 100 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તે ટી20માં પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર બની ગયો છે. અભિષેકે અત્યાર સુધી ટી20માં પાવરપ્લેમાં કુલ 100 સિક્સર ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય ટી 20માં પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે રોહિત શર્મા છે. જેણે કુલ 98 સિક્સર ફટકારી છે, જ્યારે માર્ટિન ગુપ્ટિલ 97 સિક્સર સાથે ત્રીજા ક્રમે છે. મોહમ્મદ વસીમ 95 સિક્સર સાથે આ યાદીમાં ચોથા ક્રમે છે, જ્યારે પોલ સ્ટર્લિંગ 94 સિક્સર સાથે પાંચમા ક્રમે છે. અભિષેકની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 69 ટી20 મેચોમાં કુલ 147 સિક્સર ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય ટી20માં પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોપ 5 પ્લેયર
- 100 સિક્સર – અભિષેક શર્મા (785 બોલ)
- 98 સિક્સર – રોહિત શર્મા (1672 બોલ)
- 97 સિક્સર – માર્ટિન ગુપ્ટિલ (1609 બોલ)
- 95 સિક્સર – મોહમ્મદ વસીમ (1201 બોલ)
- 94 સિક્સર – પોલ સ્ટર્લિંગ (1921 બોલ)
અમિત મિશ્રાએ કોહલી પર આંતરરાષ્ટ્રીય કારકિર્દી બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો
બીજી ટી20માં ભારતનો 4 વિકેટે વિજય
તિલક વર્માની અણનમ અડધી સદી અને નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડીની આક્રમક બેટિંગની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં 4 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી ટી20 મેચ 27 ઓક્ટોબરે રમાશે.
