ક્રાઇસ્ટચર્ચમાં બીજી T20 મેચમાં રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.
બીજી T20 મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
ક્રાઇસ્ટચર્ચમાં શ્રેણીની બીજી T20 મેચમાં અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી.
અર્શદીપે ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો, જે 2026માં તેની 38મી T20I વિકેટ હતી.
આ વિકેટ લેતા જ અર્શદીપ સિંહે એક વર્ષમાં T20Iમાં સૌથી વધુ વિકેટ લેવાનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો.
અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારનો 37 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો.
ભુવનેશ્વર કુમારે 2022માં આ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે 4 વર્ષ બાદ આ રેકોડ તૂટ્યો હતો.
ખાસ વાત એ છે અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારની સામે જ આ રેકોર્ડ તોડ્યો હતો. (PC:PTI/X/BCCI)








