સંયુક્ત રાષ્ટ્રમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ઇરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Donald Trump tackle UNGA : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81માં સત્રને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે પોતાની સરકારના ભરપૂર વખાણ કર્યા હતા. ત્યારબાદ તેમણે ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષને બંધ કરવાનો દાવો કર્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આઠ યુદ્ધો અટકાવવા અને તે દેશોના નેતાઓ સાથે મિત્રતા કરવી એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આવું કરવું એ ઘણા સન્માનની વાત હતી. આમાંના ઘણા યુદ્ધો વર્ષો અને દાયકાઓ સુધી ચાલ્યા.

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર વાત કરી

ટ્રમ્પે આગળ કહ્યું કે હું આ સમજુતીને એટલા માટે કરાવી શક્યો કારણ કે મેં મારા સંબંધો, વેપાર, ટેરિફનો ઉપયોગ અને ટેરિફની ધમકી જેવી રીતનો ઉપયોગ કર્યો હતો અને દેશના હિસાબથી અલગ-અલગ કારણ પણ રહ્યા જેમ કે ભારત અને પાકિસ્તાન, આર્મેનિયા અને અઝરબૈજાન. તેમાના લગભગ દરેક દેશે મને ધન્યવાદ પત્ર લખ્યો.

ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના વખાણ કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે શહબાઝને એક શાનદાર માણસ ગણાવ્યા અને કહ્યું કે શાહબાઝે પોતાના થેન્ક્યુ લેટરમાં કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે 3 કરોડ (30 મિલિયન) લોકોના જીવ બચાવ્યા, કદાચ તેના કરતા પણ વધારે લોકોની.

ટ્રમ્પે યુએનજીએનો આભાર માન્યો

ડોનાલ્ડ ટ્રમ્પે કોમર્શિયલ શિપિંગ પર હુમલાને લઇને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીનો આભાર માન્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે હું યુએનજીનો આભાર માનવા માંગુ છું કે તેમણે કમર્શિયલ શિપિંગ પર  ઇરાનના જઘન્ય આતંકવાદી હુમલાની નિંદા કરતા પ્રસ્તાવને પ્રચંડ બહુમતી સાથે પાસ કર્યો. યુએસ નેવીએ તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી 1 અબજ બેરલથી વધુ તેલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું, જે યુદ્ધ શરૂ થયા પછીની સૌથી મોટી તેલની અવરજવર થઇ રહી છે. અમે દરરોજ દિવસ-રાત અનુક્રમે 22, 25, 30, 32 અને 37 જહાજો બહાર કાઢી રહ્યા છીએ. 

ટ્રમ્પે કહ્યું કે ઈરાનના ભવિષ્ય પર નિર્ણય લેવાનો છે

ટ્રમ્પે ઇરાનના ભવિષ્ય પર ફૈસલાને લઇને કહ્યું કે મારી એક મોટો નિર્ણય લેવાનો છે. શું ઇરાન સાથે કોઈ એવો કરાર થશે જે તેમને ફરીથી ઉભું કરશે અને પહેલા કરતા વધુ સારો દેશ બનશે? કદાચ મધ્ય પૂર્વ અથવા વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંનો એક. અથવા હું ઇસ્લામિક રિપબ્લિકને સંપૂર્ણ રીતે ખતમ કરી દઉં અને તે પણ જલ્દી, જેથી તેમને ફરીથી લોકો અને દેશોને મારવાની અને બર્બાદ કરવાની તક ના મળે?

ચૂંટણી બાદ સમજુતી કરાવી લઇશું – ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે પરંતુ મને લાગે છે કે અમે ચૂંટણી પછી તરત જ સમજુતી કરીશું, કારણ કે તેમના માટે તે ન કરવાનો કોઈ અર્થ નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ રાહ જોઈ રહ્યા છે કે મધ્યસત્રની ચૂંટણીમાં મારું પ્રદર્શન કેવું રહે છે. તેમને ખ્યાલ નથી કે હું ચૂંટણી લડી રહ્યો નથી. ઈરાનના કિસ્સામાં મેં ક્યારેય ચૂંટણીને કોઈ મહત્વ આપ્યું નથી અને હું ક્યારેય કોઈ મહત્વ નહીં આપું. તે વાત મારા મગજમાં આવતી નથી. મારા માટે એકમાત્ર વસ્તુ મહત્વની છે કે ઇરાન પાસે ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં હોય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *