Ahmedabad heavy rain pink alert updates: અમદાવાદ શહેરમાં કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે આજ સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગાઢ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી કલાકો માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
માત્ર બે કલાકમાં વટવા અને લાંભામાં 5 ઇંચ વરસાદ
અમદાવાદ શહેરમાં સવારે 6:00 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે પૂર્વ ઝોનના વટવા અને લાંભા વિસ્તારમાં માત્ર બે જ કલાકમાં 5 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ આકાશી આફત બનીને તૂટી પડ્યો હતો.
પોશ વિસ્તારોમાં જળબંબાકાર
ધોધમાર વરસાદના કારણે પૂર્વ અને પશ્ચિમ ઝોન સહિત નિકોલ, ખોખરા, સિંધુભવન રોડ, વસ્ત્રાપુર અને બોપલ જેવા પોશ વિસ્તારોના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. શેલા વિસ્તારમાં એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં ફસાઈ જતાં પ્રાથમિક શાળાના બાળકોને સલામત રીતે રેસ્ક્યૂ કરીને બીજી બસમાં ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડી હતી.
#WATCH | Gujarat | Amid heavy rainfall and waterlogging in Ahmedabad, a faculty bus and a personal automotive have been caught in a pit on a waterlogged highway within the metropolis. pic.twitter.com/pV4BIxDULk
— ANI (@ANI) September 14, 2026
શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપી બનાવવા અને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ પર નિયંત્રિત રાખવા માટે વાસણા બેરેજના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. વહીવટીતંત્રે લોકોને કામ વિના બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
#WATCH | Gujarat’s Gandhinagar witnesses a spell of heavy rain pic.twitter.com/TQfhJ1TKac
— ANI (@ANI) September 14, 2026
અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી
સતત વરસાદને કારણે પશ્ચિમ અને દક્ષિણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. એસ.જી. હાઈવે, જોધપુર ક્રોસ રોડ્સ અને વિવિધ અંડરપાસમાં વાહનવ્યવહારને અસર થઈ હતી. અનેક સ્થળોએ વાહનો ફસાઈ ગયા હતા અને લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી ચાલીને પસાર થવું પડ્યું હતું. સંબંધિત સ્થળોએ ટ્રાફિક પોલીસ અને ઈમરજન્સી ટીમોને તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા; 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
બે અંડરપાસ બંધ કરાયા
ભારે પાણી ભરાવાને કારણે સવારે 11:43 વાગ્યે મકરબા રોડ અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે પાણી ભરાઈ રહેવાને કારણે અખબારનગર અંડરપાસ પણ બંધ રાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 728.22 મિમી (28.68 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વરસાદના આશરે 79.67 ટકા જેટલો છે.
