ભાવનગર લઠ્ઠાકાંડ, ઝેરી દારુ પીવાથી વધુ બે વ્યક્તિના મોત, મૃત્યુઆંક 13 થયો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Bhavnagar Lattha Kand Information : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બે વ્યક્તિના મોત થયા છે. આ સાથે લઠ્ઠાકાંડ ઘટનાનો મૃત્યુઆંક 13 થયો છે. ઝેરી દારુ પીનાર મૂળ મહીસાગરના મુકેશ ડામોરે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. તો કાળિયાબીડના સાગવાડીમાં રહેતા ભાર્ગવભાઇ ઉપાધ્યાય નામના વ્યક્તિનું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાગ દરમિયાન મૃત્યુ થયું છે. હજી પણ ભાવનગરની હોસ્પિટલમાં 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. 

35 વર્ષીય મૃતક મુકેશ ડામોર મૂળ સંતરામપુર તાલુકાના બુગડ ગામનો રહેવાસી છે. તે ભાવનગરમાં હિટાચી મશીન કંપનીમાં મશીન ઓપરેટરની નોકરી કરતો હતો. તે પરિણીત હતો અને સંતાનમાં 6 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રી છે. 18 ઓગસ્ટે મુકેશ ડામોરે મિત્રો સાથે દારુ પીધો હતો, ત્યાબાદ તેની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

ભાવનગર લઠ્ઠાકાંડના મૃતક

  1. કાર્તિક મકવાણા, તળાજા રોડ, ભાવનગર
  2. ઉપેન્દ્રસિંહ ગોહિલ, ખરકડી, ઘોઘા તાવલુકો
  3.  નરેન્દ્રસિંહ યાદવ, ઇન્દોર, મધ્યપ્રદેશ
  4. કનકસિંહ ગોહિલ, ભાવનગર
  5. ઘનશ્યામસિંહ જાડેજા, કાળિયાબીડ, ભાવગર
  6. જયેશ ભટ્ટી, કાળિયાબીડ, ભાવનગર
  7. અવિનાશ પરમાર, ભાવનગર
  8. સુધીર રાવલ
  9. સંજયસિંહ ડોડિયા, સુરત
  10. હાર્દિક કિલજી, ભાવનગર
  11. મુકેશ ડામોર, ભાવનગર
  12. ભાર્ગવ ઉપાધ્યાય, કાળિયાબીડ,ભાવનગર
  13. હિતેશ પરમાર, ભાવનગર

નકલી દારુ પીધા બાદ તબિયત લથડી

આ ઘટના ભાવનગર જિલ્લાના ખારાકડી ગામમાં બની હતી. તાજેતરમાં જ નોકરી મેળવનાર એક વ્યક્તિએ ઉજવણી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું અને દારૂનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂ પીનારા લોકો બીમાર પડતાં ઉજવણી દુ:ખદ બની ગઈ.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખારકડી ગામમાં કેટલાક વ્યક્તિઓએ થોડા દિવસો પહેલા એક જાણીતા બ્રાન્ડની નકલી બોટલમાંથી દારૂ પીધો હતો. ત્યારબાદ તેમની તબિયત લથડી. એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે ઘણા અન્ય લોકોને ભાવનગરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. બધા અસરગ્રસ્ત વ્યક્તિઓએ IMFL (ભારતીય બનાવટની વિદેશી દારૂ) બ્રાન્ડની નકલી બોટલમાંથી દારૂ પીધો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *