4,600 ડૉલરથી 4,900 ડૉલરનો વધારો આશરે 6.52 ટકા થાય છે. ભારતમાં સોનાનો વર્તમાન ભાવ ₹1,64,460 પ્રતિ 10 ગ્રામ છે. જો એક ડૉલર ₹95 પર બનેલો રહે છે અને ઇમ્પોર્ટ ડ્યુટી, ટેક્સ તથા ઘરેલું પ્રીમિયમમાં કોઈ મોટો ફેરફાર થતો નથી, તો ભારતીય ભાવમાં પણ લગભગ 6.52 ટકાનો વધારો થઈ શકે છે. ₹1,64,460 માં 6.52 ટકા ઉમેરતાં ભાવ આશરે ₹1,75,186 પ્રતિ 10 ગ્રામ નીકળે છે. આનો અર્થ એ છે કે, ગોલ્ડમેન સેક્સનો ઇન્ટરનેશનલ ટાર્ગેટ ભારતમાં સોનાને લગભગ ₹1.75 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચાડી શકે છે. જો ડૉલર ₹97 સુધી મોંઘો થઈ ગયો તો આ જ ભાવ આશરે ₹1,78,900 સુધી જઈ શકે છે. બીજી તરફ, રૂપિયો મજબૂત થઈને ડૉલર સામે ₹93 પર આવી ગયો તો અંદાજીત ભાવ આશરે ₹1,71,500 રહી શકે છે.
