ગુજરાત એટીએસ એ કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા કુલ આતંકવાદીઓની સંખ્યા હવે 13 પર પહોંચી ગઈ છે. અગાઉ 3 જુલાઈના રોજ આઠ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જૈશના આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલું કાવતરું અત્યંત ખતરનાક હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ બોમ્બ બનાવવામાં નિષ્ણાત છે. તેમાંથી એકે ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં તેઓએ ઘણીવાર બોમ્બ બ્લાસ્ટનું ટ્રાયલ કરી ચુક્યા છે.
ગુજરાત ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ આતંકવાદીઓને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી પકડવામાં આવ્યા હતા. તેમની ઓળખ બિલાલ આબિદભાઈ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલા (ઉર્ફે મોહમ્મદ ખડિયાસન), મોહમ્મદ પાલનપુરી (ઉર્ફે ખલી અયુબ સુનસારા), શફિયા રઈસ મુખ્ટી (ઉર્ફે શફી છાપી) અને મોહમ્મદ હસન કારડિયા (ઉર્ફે હસન હૈદરપુરી) તરીકે કરવામાં આવી છે. આ બધાને મહેસાણા જિલ્લા કોર્ટમાં ન્યાયાધીશ આર.એમ. ભાટિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 24 જુલાઈ સુધી ATS કસ્ટડીમાં મોકલ્યા છે.
ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ, અનેક બ્લાસ્ટ ટ્રાયલ હાથ ધર્યા
જ્યારે ATS એ આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે સરકારી વકીલ પી.આર. દંતાણીએ કોર્ટને માહિતી આપી કે તેમાંથી એકે કથિત રીતે ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં તેઓએ ઘણી વખત ઓછામાં ઓછા સાત થી આઠ વખત બ્લાસ્ટ ટ્રાયલ હાથ ધર્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે બોમ્બ બનાવવા અને અન્ય ગુનાહિત વસ્તુઓ સંબંધિત સામગ્રી હજુ સુધી તેમની પાસેથી મળી નથી. પરિણામે વધુ પૂછપરછ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
VIDEO | Ahmedabad: Jaish-e-Mohammed terror module busted as Gujarat ATS arrests 5 from Patan.
5 individuals had been arrested by the Gujarat Anti-Terrorist Squad (ATS) on Thursday in reference to its probe right into a terror module of the Pakistan-based Jaish-e-Mohammed (JeM) outfit.… pic.twitter.com/pUb7yB6NBc
— Press Belief of India (@PTI_News) July 17, 2026
બોમ્બ બનાવવાની સામગ્રી ક્યાંથી લાવ્યા? ફંડિંગ ક્યાંથી આવ્યું?
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મળ્યા નથી. આતંકવાદીઓએ કથિત રીતે ઇમ્પ્રુવાઇઝ્ડ ટાઈમ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું, જોકે પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ATS હવે બોમ્બ બનાવવા માટેની સામગ્રીના સ્ત્રોત, તે ક્યાં છુપાવવામાં આવ્યા હતા અને તેમના ફંડિંગના મૂળ અને પદ્ધતિ નક્કી કરવા માટે કામ કરી રહી છે.
STORY | Jaish-e-Mohammed terror module: Gujarat ATS arrests 5 from Patan; 8 held earlier this month
5 individuals had been arrested by the Gujarat Anti-Terrorist Squad (ATS) on Thursday in reference to its probe right into a terror module of the Pakistan-based Jaish-e-Mohammed (JeM)… pic.twitter.com/9PHA33aqrM
— Press Belief of India (@PTI_News) July 17, 2026
બોમ્બ બનાવવાના એક્સપર્ટ, ટાર્ગેટ કોણ હતું?
તપાસમાં જાણવા મળ્યું છે કે 3 જુલાઈના રોજ ધરપકડ કરાયેલા આઠ આતંકવાદીઓમાંથી એક મોહમ્મદ અમીને ધરપકડ કરાયેલા વ્યક્તિઓને જૈશ-એ-મોહમ્મદ સંબંધિત સામગ્રી પૂરી પાડી હતી. આ આતંકવાદીઓ બોમ્બ બનાવવાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે.
આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા; મોટા કાવતરાનો પર્દાફાશ
ગુજરાત અને મધ્યપ્રદેશમાં ધરપકડો
અગાઉ ATS એ ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળોએથી આઠ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે આ વ્યક્તિઓ જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરી રહ્યા હતા અને ગુજરાતમાં આતંકવાદી સંગઠનનું નેટવર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. UAPA ની વિવિધ કલમો અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ આતંકવાદીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
