Raincoat Shopping for Information In Gujarati : રેઇનકોટ ચોમાસામાં વરસાદથી પલળવાથી બચાવે છે. વરસાદની ઋતુમાં બહાર જવાથી લઈને દરરોજ ઓફિસ જવા સુધી, ઘણા લોકો ભીના થવાથી બચવા માટે છત્રીને બદલે રેઇનકોટનો ઉપયોગ કરે છે. વિવિધ રંગો અને ડિઝાઇનના રેઇનકોટ બજારમાં શોધવા સરળ છે.
આવી સ્થિતિમાં, ઘણી વખત આપણે માત્ર સારા દેખાતા રેઇનકોટ પસંદ કરીએ છીએ, જેના કારણે ભીના થવું, કપડાં ભીના થવા અને પરસેવો થવાના કારણે ફોલ્લીઓ અથવા ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ શકેછે. આવા કિસ્સામાં, યોગ્ય રેઇનકોટની પસંદગી ભારે વરસાદમાં તમને સુકા અને સલામત રાખવામાં મદદ કરી શકે છે.
જો તમે ચોમાસા માટે રેઇનકોટ ખરીદવા જઇ રહ્યા છો, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. જે તમને રેઇનકોટ પસંદ કરવાનું સરળ બની શકે છે અને લાંબા સમય સુધી કામમાં આવી શકે છે.
રેઇનકોટ ડિઝાઇન
જો તમે બાઇક અથવા સ્કૂટી ચલાવતી વખતે ભીના ન થવા માટે રેઇનકોટ પહેર્યો છો, તો માત્ર જેકેટ વાળું રેઇનકોટ લેવાનું ટાળો. તેના બદલે, તમે જેકેટ અને પેન્ટ વાળો આખો સેટ ખરીદી શકો છો જેથી તમે બાઇક ચલાવતી વખતે ભીના થવાળી બચી શકો છો. તો મહિલાઓ અને બાળકો માટે ફુલ લંબાઈના રેઇનકોટ આખા શરીરને આવરી શકે છે. આ ઉપરાંત, વિન્ડચીટર રેઇનકોટ ખરીદી શકાય છે જે તમને તીવ્ર પવન અને વરસાદ દરમિયાન વધુ સુરક્ષા આપવામાં મદદ કરી શકે છે.
સુવિધાનું ધ્યાન રાખો
રેઇનકોટ ખરીદતી વખતે, તમારી સુવિધાનું પણ ધ્યાન રાખો. જો તમે ઝડપથી અને સરળતાથી પહેરી શકાય તેવો રેઇનકોટ પહેરવા માંગતા હો, તો તમે આગળથી ઝિપર અથવા બટન વાળા રેઇનકોટ પસંદ કરી શકો છો. તો અમુક લોકોને માથથી પહેરવામાં આવતો રેઇનકોટ પહેરવામાં અને ઉતારવામાં અસુવિધા થઈ શકે છે. તેથી, તમારી જરૂરિયાત અને ઉપયોગ અનુસાર રેઇનકોટની ડિઝાઇન પસંદ કરવી વધુ સારું છે.
રેઇનકોટનું ફેબ્રિક
જો તમે લાંબા ગાળાના ઉપયોગ માટે રેઇનકોટ ખરીદી રહ્યા છો, તો ફેબ્રિકનું પણ ધ્યાન રાખો. એવા મટિરિયલનું રેઇનકોટ પસંદ કરો કે જેમાંથી પાણી સરળતાથી પસાર થાય નહીં. આ સાથે જ રેઈનકોટ બહુ વજનદાર ન હોવો જોઈએ જેથી તેને લાંબા સમય સુધી પહેરવામાં તકલીફ ન પડે. હળવા અને સારી ગુણવત્તાવાળા રેઇનકોટ રોજિંદા ઉપયોગ માટે સારા માનવામાં આવે છે.
રેઇનકોટની સાઇઝ
રેઇનકોટ ખરીદતી વખતે, યોગ્ય સાઇઝનો પસંદ કરો જોઇએ. ક્યારેય એવો રેઇનકોટ ખરીદશો નહીં જે બહુ ફિટ અથવા ટાઇટ હોય. જેના કારણે ચાલવામાં મુશ્કેલી પડી શકે છે. તો વધુ પડતો ઢીલો રેઇનકોટ પણ અગવડતાનું કારણ બની શકે છે. જો તમે અન્ય કપડાં પર રેઇનકોટ પહેરો છો, તો આને ધ્યાનમાં રાખીને તેની સાઇઝ પસંદ કરો.
પોકેટ અને હૂડ
જો તમે છત્રી વિના બહાર જાઓ છો, તો તમે હૂડ વાળા રેઇનકોટ પસંદ કરી શકો છો. આવા રેઇનકોટમાં ખિસ્સા હોય છે, જેમા મોબાઇલ, પર્સ, ચાવી અથવા અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ રાખી શકાય છે. રેઇનકોટ ખરીદી કરતા પહેલા હૂડ ફિટિંગ્સ અને ખિસ્સાની સ્થિતિ પણ તપાસો.
આ પણ વાંચો | વરસાદમાં સ્લિપર કેમ લપસી જાય છે? જાણો કારણ અને જોખમ ઘટાડવા માટેની સરળ ટિપ્સ
ઉપરાંત જો તમે દરરોજ રેઇનકોટનો ઉપયોગ કરો છો, તો તમે વજનમાં હળવા અને કોમ્પેક્ટ રેઇનકોટ પસંદ કરી શકો છો. આવા રેઇનકોટ થોડી જગ્યામાં સમાઇ શકે છે અને તેને સરળતાથી બેગમાં મૂકી શકાય છે.
