ગુજરાતના 225 તાલુકામાં મેઘ મહેર, જૂનાગઢના માંગરોળમાં 22 ઈંચ વરસાદમાં જળબંબાકાર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતના 225 તાલુકામાં મેઘ મહેર, જૂનાગઢના માંગરોળમાં 22 ઈંચ વરસાદમાં જળબંબાકાર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


At the moment Gujarat rain replace: ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 225 તાલુકામાં મેઘ મહેર રહી હતી. જોકે, જૂનાગઢના માંગરોળમાં સૌથી વધારે 22.24 ઈંચ સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માળિયા હાટિના 14.09 ઈંચ અને ડાંગના વઘઈમાં 13.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

જૂનાગઢમાં 22.24 ઈંચ વરસાદથી જળબંબાકાર

સ્ટેટ ઈમર્જની ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 3-7-2026, સવારે 6 વાગ્યાથી લઈને 4-7-2026 સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં નોંધાયો હતો. જૂનાગઢના માંગરોળમાં 22.24 ઈંચ, માળિયા હાટિનામાં 14.09 ઈંચ, કેસોદમાં 12.80 ઈંચ, મેંદરડામાં 12.56 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

તાલુકો

વરસાદ (ઈંચમાં)

માંગરોળ

22.24

માળિયા હાટિના

14.09

વઘઈ

13.43

સુબિર

13.23

અંબિકા

13.19

કેસોદ

12.8

મેંદરડા

12.56

ડોલવાન

11.65

14 તાલુકામાં 5થી 10 ઈંચ સુધી વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમર્જની ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 3-7-2026, સવારે 6 વાગ્યાથી લઈને 4-7-2026 સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 14 તાલુકામાં 5 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 14 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો. માહિતી નીચે આપેલી છે. 

તાલુકો

વરસાદ(ઈંચમાં)

વાંસદા

9.8

ચીખલી

9.17

વાલોદ

9.17

ડાંગ આહવા

9.09

વેરાવળ

8.39

ગણદેવી

8.39

વલસાડ

8.15

વ્યારા

7.24

ખેરગામ

6.61

ધોરાજી

5.94

માંગરોળ

5.83

મહુવા

5.79

પાટણ

5.12

માંડવી

5

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો જુઓ પીડીએફ

માછીમારોને 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ

હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી જારી કરી છે. 6 જુલાઈ સુધી દરિયામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

વરસાદ દરમિયાન ઊંચા મોજા, વાવાઝોડા અને દૃશ્યતામાં ઘટાડો થવાની સંભાવનાને કારણે ગુજરાતના તમામ મુખ્ય દરિયાકાંઠાના વિસ્તારો જેમાં જખૌ, મુન્દ્રા, કંડલા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ, મગદલ્લા અને દમણનો સમાવેશ થાય છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *