Gujarat Climate Replace: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ રાજ્ય માટે ખૂબ જ મહત્વના છે.
ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને ગરમીને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 23 મેની આસપાસ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને 25 મેથી 7 જૂન વચ્ચે આવતા રોહિણી નક્ષત્ર પર સૌની નજર છે. જો નક્ષત્રના ઉતરતા ભાગમાં વરસાદ પડે તો તે સારા ચોમાસાનો સંકેત માનવામાં આવે છે.
વાવાઝોડા અને ચોમાસાની સ્થિતિ
15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થતાં દરિયામાં હલચલ વધશે. જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી પણ શક્યતા છે, જ્યારે 25 મે આસપાસ દક્ષિણ ભારતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. હાલમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. જોકે આ વાદળો ઊંચાઈ પર હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે.
કચ્છની ખાડીમાં પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી, BSF દ્વારા સરહદ પર લોખંડી બંદોબસ્ત
કાળઝાળ ગરમીની ચેતવણી
વરસાદી ઝાપટાં વચ્ચે ગુજરાતમાં ગરમી પણ આકરો મિજાજ બતાવશે. 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં અસહ્ય ગરમી પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબીમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડશે.
આમ મે મહિનો ગુજરાત માટે મિશ્ર ફળદાયી રહેશે, જેમાં એક તરફ પ્રિ-મોન્સુન એક્ટિવિટી રાહત આપશે તો બીજી તરફ કાળઝાળ ગરમી પરીક્ષા લેશે.
