સેમસંગે નવો Galaxy A27 5G ફોન લોન્ચ કર્યો, ₹ 3000 કેશબેક અને નો કોસ્ટ EMI ઉપલબ્ધ

સેમસંગે નવો Galaxy A27 5G ફોન લોન્ચ કર્યો, ₹ 3000 કેશબેક અને નો કોસ્ટ EMI ઉપલબ્ધ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Samsung Galaxy A27 5G Launch In India : સેમસંગ કંપનીએ Galaxy A27 5G ફોન ભારતમાં લોન્ચ કર્યો છે, જે ઇનોવેશનને સામાન્ય લોકો સુધી પહોંચાડનાર સ્માર્ટફોન છે. જે લોકો સારું પર્ફોર્મન્સ, લાંબા સમય સુધી સોફ્ટવેર સપોર્ટ, મજબૂત સિક્યોરિટી અને સરળ સોફ્ટવેર અનુભવ ઇચ્છે છે અને સાથે જ સ્ટાઇલિશ અને વાજબી કિંમત હોય તેમની માટે ઉત્તમ વિકલ્પ છે. સેમસંગ ગેલેક્સી એ27 5જી ફોનમાં 5000mAh બેટરી, 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ અને ઘણા AI ફીચર્સ મળે છે. ચાલો જાણીયે Samsung Galaxy A27 5G ફોનની કિંમત અને તમામ ફીચર્સ

Samsung Galaxy A27 5G ડિસ્પ્લે

સેમસંગ ગેલેક્સી A27 5G ફોનની ખાસિયતની 120Hz 6.7 ઇંચ Tremendous AMOLED સ્ક્રીન છે, જે આકર્ષક કલર, શાર્પ ડિટેલ અને સ્મૂધ વિઝ્યુઅલ સાથે સાથે ઝડપી ટચ રિસ્પોન્સ આપે છે. સ્માર્ટફોનની અપગ્રેડેડ Infinity O ડિસ્પ્લે પર એક નાના પંચ હોલ છે. સારી મજબૂતી માટે ડિસ્પ્લે Corning® Gorilla® Glass Victus®+ થી સુરક્ષિત કરવામાં આવી છે.

ગેમિંગ અને પ્રોડક્ટિવિટી માટે દમદાર પર્ફોર્મન્સ

સેમસંગ ગેલેક્સી A27 5G ફોનમાં પાવર એફિશિયન્ટ 4nm Snapdragon® 6 Gen 3 મોબાઇલ પ્લેટફોર્મ છે, સાથે જ UFS 3.1 સ્ટોરેજ અને LPDDRX5 RAM પણ છે, જે દરેક રીતે વિશ્વાસ પાત્ર પર્ફોર્મન્સ આપે છે. GPU ની ઝડપી સ્પીડ થી ગ્રાફિક્સ સ્મૂધ રીતે ચાલે છે, જ્યારે લેટેસ્ટ હાઇ સ્પીડ મેમોરી મલ્ટિટાસ્કિંગ, વેબ કન્ટેન્ટ બ્રાઉઝિંગ, વીડિયો સ્ટ્રીમિંગ, એપ્સ વચ્ચે સ્વિચ કરવું, AI એપ્લિકેશન પર કામગીરી કરવું અને ગેમ રમતી વખતે ઝડપી ડેટા ટ્રાન્સફર અને ઉત્કૃષ્ઠ પાવર એફિશિયન્સી આપે છે.

ટ્રિપલ કેમેરા

સેમસંગ ગેલેક્સી A27 5G ફોનમાં OIS અને 4K વીડિયો રિકોર્ડિંગ સાથે 50MP નો મેન કેમેરો, 115° ફીલ્ડ ઓફ વ્યૂ વાળો 5MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા અે 2MP નો મૈક્રો કેમેરા છે, જેનાથી 6×4 ઇંચ પ્રિન્ય યોગ્ય 300dpi ફોટો ક્લિક કરી શકાય છે. તેનો 12MP HDR ફ્રન્ટ કેમેરો સારી રીતે એક્સપોઝ્ડ પોટ્રેટ અને હાઇ ક્વોલિટી વીડિયો કોલની ખાતરી કરે છે. આ ક્ષમતાને AI પાવર્ડ ફોટો એડિટિંગ ટૂલનો સપોર્ટ મળે છે, જેમ કે ઓબ્જેક્ટ ઇરેઝર, એડિટ સઝેશન અને માઇ ફિલ્ટર વગેરે. 

સેમસંગ ગેલેક્સી  A27 5G ફોનમાં Circle to Search with Google ફીચર છે, જેનાથી એક સાથે ઘણી ચીજો ઓળખી શકાય છે. તો Voice Recorder એપમાં ‘Voice Transcription’ ફીચર 22 ભાષામાં રિયલ ટાઇમ ટ્રાન્સલેશન કરવાની સુવિધા આપે છે. આ ફોનમાં Google Gemini, Perplexity, Reside Transcription જેવા AI આસિસ્ટન્ટ સપોર્ટ કરે છે. Reside Transcription ફીચર તમારા વોઇસમેલ અને કોલને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં એક સાથે ટ્રાન્સલેટ કરે છે.

સેમસંગ ગેલેક્સી  A27 5G ફોનમાં 5000mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનને 6 વખત એન્ડ્રોઇડ OS/One UI અપગ્રેડ અને છ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મળશે. 

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી M47 5G ફોન ભારતમાં લોન્ચ, 6000mAh બેટરી અને 6 વર્ષ સિક્યોરિટી અપડેટ

Samsung Galaxy A27 5G કિંમત

સેમસંગ ગેલેક્સી A27 5G ફોન 3 વેરિયન્ટમાં રજૂ કરાયો છે. ગેલેક્સી એ27 5જી ફોનના 6GB RAM/128GB સ્ટોરેજની કિંમત 28,999 રૂપિયા છે. તો 8GB RAM અને 128GB સ્ટોરેજ વાળો સ્માર્ટફોન 31999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 37499 રૂપિયા છે. આ સ્માર્ટફોન પર 3000 રૂપિયાનું બેંક/ UPI કેશબેક મેળવી શકાય છે, જેનાથી આ મોબાઇલની અસરકારક કિંમત ઘણી ઘટી જાય છે. ઉપરાંત ગ્રાહકને 15 મહિના સુધીના પિરિયડ માટે ઝીરો ડાઉન પેમેન્ટની સુવિધા પણ મળે છે.  તો પસંદગીની ફાઈનાન્સ કંપનીઓ 24 મહિનાના EMI ઓપ્શન અને 8 મહિનાના ડાઉન પેમેન્ટની સર્વિસ પ્રદાન કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *