Govinda-Komal Rani Swarnkar : ગોવિંદા અને કોમલ રાનીનું કથિત અફેર લાંબા સમયથી ચર્ચામાં છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ગોવિંદા કોમલ રાની સાથે લાલબાગચા ના દર્શન કરતો જોવા મળ્યો હતો. ત્યાં તેના માથા પર સિંદૂર જોઈને સોશિયલ મીડિયા ઉપર પણ સવાલો ઉઠ્યા હતા. હવે દિવ્યા ખોસલા કુમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
દિવ્યાએ ગોવિંદા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તે બીજા કોઈને પાગલ બનાવે. સાથે તેણે કોમલ રાનીના સિંદૂર લગાવવા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં કોઈનું નામ લીધા વગર પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે આપણે સમાજનો દાયરો જાળવી રાખવો એ ખૂબ જ જરૂરી છે.
ગોવિંદા કોમલ રાની સાથે લાલબાગચા ના દરબારમાં જોવા મળ્યો હતો
અભિનેતા ગોવિંદા જ્યારથી કોમલ રાની સાથે લાલબાગચા ના દરબારમાં જોવા મળ્યો ત્યારથી બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ કોમલ રાનીને લઇને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જો ગોવિંદા ખુશ છે તો ઠીક છે, તે જ્યાં પણ રહે, જેની સાથે રહે, ખુશ રહે.
હવે દિવ્યા ખોસલા કુમારે પોતાની તાજેતરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોમલ રાની સ્વર્ણકારના ધાર્મિક સ્થળે પહોંચવાની પરિસ્થિતિઓ ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે વ્યક્તિગત પસંદગીઓ અને નિર્ણયોમાં થોડી સામાજિક મર્યાદાઓ પણ હોવી જોઈએ.
સમાજની ગરિમા જાળવવી જરુરી છે
દિવ્યા કુમારે કહ્યું કે આપણે આપણા અંગત જીવનમાં જે કરીએ છીએ તે સંપૂર્ણપણે આપણી વ્યક્તિગત પસંદગી છે. પરંતુ સમાજની ગરિમા અને સ્વચ્છ સામાજિક માહોલ જાળવી રાખવા માટે એ જરૂરી છે કે આપણે સામાજિક નિયમો અને દાયરાનું પણ ધ્યાન રાખીએ.
રોહિત શેટ્ટીએ ‘ગોલમાલ 5’ ની રિલીઝ ડેટ જાહેર કરી, પોસ્ટરમાંથી અક્ષય કુમાર ગાયબ
દર્શન દરમિયાન કોમલની હાજરીનો ઉલ્લેખ કરતા દિવ્યાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને લખ્યું હતું કે એક છોકરી તમારી સાથે કોઈ ધાર્મિક સ્થળે જાય છે અને એવી રીતે નમન કરે છે કે તેની માંગમાં સિંદૂર સ્પષ્ટ દેખાય છે, જેના કારણે મીડિયાને બંને વિશે સમાચાર ચલાવવાની તક મળી જાય છે. તેણે આવી વાતોનું સમર્થન કરનાર સેલિબ્રિટીઝ ઉપર પણ નિરાશા વ્યક્ત કરી.
આવી અફવાઓનો જવાબ આપતાં ગોવિંદા એમ કહેતો જોવા મળ્યો હતો કે ભલે બંને વચ્ચે સંબંધ હોય તો પણ એ બીજા કોઈના મતલબની વાત નથી. આ તેની અંગત બાબત છે.
