IND vs AFG third ODI LIVE :  ત્રીજી વન ડે, યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની અડધી સદી

IND vs AFG third ODI LIVE : ત્રીજી વન ડે, યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની અડધી સદી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India vs Afghanistan third ODI Dwell Cricket Scorecard : ત્રીજી વન ડેમાં અફઘાનિસ્તાને આપેલા 219 રનના પડકાર સામે ભારતે 16.2 ઓવરમાં વિના વિકેટે 123 રન બનાવી લીધા છે.  આ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. 

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગૂરનુર બરાર, પ્રિન્સ યાદવ. પ્રસિદ્ધ ક્રિષ્ના. 

અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દાર્વિશ રાસુલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝાઇ, રાશિદ ખાન, અલ્લાહ ગઝનફર, ઝીયાઉર રહેમાન, ફરીદ મલિક.

  • Jun 20, 2026 19:06 IST

    IND vs AFG LIVE : રોહિત શર્માની અડધી સદી

    રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 47 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 13.4 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.

  • Jun 20, 2026 18:49 IST

    IND vs AFG LIVE : યશસ્વી જયસ્વાલની અડધી સદી

    યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરતા 38 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. 

  • Jun 20, 2026 18:24 IST

    IND vs AFG LIVE : ભારતની સંગીન શરુઆત

    ભારતના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે સંગીન શરૂઆત અપાવી છે. ટીમ ઇન્ડિયાએ 7 ઓવરમાં વિના વિકેટે 62 રન બનાવી લીધા છે. ભારતે 6.4 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.

  • Jun 20, 2026 17:21 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાન 218 રન માં ઓલઆઉટ

    ભારત સામેની ત્રીજી વન ડેમાં અફઘાનિસ્તાન 44.2 ઓવરમાં 218 રન બનાવી ઓલઆઉટ થઇ ગયું છે. ભારતને જીતવા માટે 219 રનનો પડકાર મળ્યો છે.  અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 102 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 23 રનમાં 5 વિકેટ ઝડપી હતી.

  • Jun 20, 2026 17:12 IST

    IND vs AFG LIVE : હશમતુલ્લાહ શાહિદીની સદી

    હશમતુલ્લાહ શાહિદીએ શાનદાર બેટિંગ કરતા 128 બોલમાં 13 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી. શાહિદીએ વન ડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી

  • Jun 20, 2026 17:03 IST

    IND vs AFG LIVE : રાશિદ ખાન 5 રને આઉટ

    રાશિદ ખાન 7 બોલમાં 5 રને હર્ષ દુબેનો શિકાર બન્યો. ગશનફર 1 અને ફરીદ અહમદ ખાતું ખોલાયા વિના રન આઉટ થયા. અફઘાનિસ્તાને 206 રને નવમી વિકેટ ગુમાવી.

  • Jun 20, 2026 16:50 IST

    IND vs AFG LIVE : મોહમ્મદ નબી બોલ્ડ

    મોહમ્મદ નબી 23 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 21 રને ગૂરનુર બરારની ઓવરમાં બોલ્ડ થયો. અફઘાનિસ્તાને 198 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

  • Jun 20, 2026 16:26 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાનના 35 ઓવરમાં 5 વિકેટે 183 રન

    અફઘાનિસ્તાને 35 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવી લીધા છે. હશમતુલ્લાહ શાહિદી 81 અને મોહમ્મદ નબી 14 રને રમતમાં છે.

  • Jun 20, 2026 15:48 IST

    IND vs AFG LIVE : અઝમતુલ્લાહ ઓમરઝાઇ 50 રને આઉટ

    અઝમતુલ્લાહ ઓમરઝાઇ 56 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 50 રને પ્રિન્સ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. અફઘાનિસ્તાને 141 રને પાંચમી વિકેટ ગુમાવી.

  • Jun 20, 2026 15:34 IST

    IND vs AFG LIVE : શાહિદીની અડધી સદી

    હશમતુલ્લાહ શાહિદીએ શાનદાર બેટિંગ કરતા 64 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

  • Jun 20, 2026 15:12 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાનના 100 રન

    અઝમતુલ્લાહ ઓમરઝાઇ અને હશમતુલ્લાહ શાહિદી બાજી સંભાળી ટીમનો રકાસ ખાળ્યો હતો. બન્નેએ 19.2 ઓવરમાં ટીમનો સ્કોર 100 રને પહોંચાડ્યો હતો. અફઘાનિસ્તાન 20 ઓવરમાં 4 વિકેટે 102 રન બનાવી લીધા છે.

  • Jun 20, 2026 14:44 IST

    IND vs AFG LIVE : દાર્વિશ રાસુલી 1 રને આઉટ

    દાર્વિશ રાસુલી 5 બોલમાં 1 રન બનાવી પ્રસિદ્ધ ક્રિષ્નાનો ચોથો શિકાર બન્યો. અફઘાનિસ્તાને 36 રને ચોથી વિકેટ ગુમાવી.

  • Jun 20, 2026 14:13 IST

    IND vs AFG LIVE : ઇબ્રાહિમ ઝાદરાન આઉટ

    પ્રસિદ્ધ ક્રિષ્નાએ શાનદાર બોલિંગ કરતા ઈબ્રાહિમ ઝાદરાનને આઉટ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી. ઝાદરાન 18 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી કેચ આઉટ થયો.

  • Jun 20, 2026 14:04 IST

    IND vs AFG LIVE : રહેમાન ગુરુબાઝ 5 રને આઉટ

    રહેમાન ગુરુબાઝ 7 બોલમાં 1 ફોર સાથે 5 રને અને રહેમત શાહ 15 બોલમાં 1 ફોર સાથે 5 રને પ્રસિદ્ધ ક્રિષ્નાના શિકાર બન્યા. અફઘાનિસ્તાને 26 રનમાં બીજી વિકેટ ગુમાવી.

  • Jun 20, 2026 13:18 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન

    રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દાર્વિશ રાસુલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝાઇ, રાશિદ ખાન, અલ્લાહ ગઝનફર, ઝીયાઉર રહેમાન, ફરીદ મલિક.

  • Jun 20, 2026 13:17 IST

    IND vs AFG LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન

    રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગૂરનુર બરાર, પ્રિન્સ યાદવ. પ્રસિદ્ધ કૃષ્ણા. 

  • Jun 20, 2026 13:09 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાને ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ભારત સામેની ત્રીજી વન ડેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે

  • Jun 20, 2026 12:52 IST

    IND vs AFG LIVE : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર થશે

    ત્રીજી મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. નીતિશ રેડ્ડી હવે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે, જ્યારે ભારતીય ટીમના સહાયક કોચ રાયન ટેને કહ્યું છે કે અર્શદીપ સિંહને આરામ આપવામાં આવી શકે છે. હર્ષિત રાણાનો પણ ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે

  • Jun 20, 2026 12:51 IST

    IND vs AFG LIVE : આજે ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વન ડે

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ત્રીજી વન ડે રમાશે. આ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત પહેલાથી જ 2-0 થી અજેય લીડ સાથે ODI શ્રેણી જીતી ચૂક્યું છે. ભારત હવે અફઘાનિસ્તાનનો વ્હાઇટ વોશ કરવા પ્રયત્ન કરશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *