US-Iran Conflict : ઈરાને ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. ઇરાનના સંયુક્ત સૈન્ય કમાન્ડે શનિવારે કહ્યું હતું હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે. લેબનોનમાં ઈઝરાયેલના હુમલાઓના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું હતું. ઈરાને ચેતવણી પણ આપી છે કે આ ફક્ત પહેલું પગલું છે જો ઈઝરાયેલ હુમલા આ રીતે ચાલુ રાખશે તો તેના પરિણામો ઘણા ખરાબ થઈ શકે છે. નિવેદનમાં એ પણ કહ્યું કે અમેરિકા અને ઈઝરાયેલ સતત સીઝફાયરની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
બીજી તરફ અમેરિકાએ પણ આ બાબતે એક નિવેદન જાહેર કર્યું છે. ફોક્સ ન્યૂઝ અનુસાર અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી રહ્યું હોવાના કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું હતું કે રવિવારે ઈરાન સાથે વાતચીત શક્ય બની શકે છે.
ઈઝરાયેલે શું કહ્યું
બીજી તરફ ઇઝરાયેલના સૈન્યએ શનિવારે હિઝબુલ્લાહ પર નવી જાહેર કરાયેલી યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે દક્ષિણ લેબેનોનમાં રાતોરાત કાર્યરત ઇઝરાયલી દળો પર 50 થી વધુ પ્રક્ષેપો છોડવામાં આવ્યા હતા.
એક નિવેદનમાં આઇડીએફે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આતંકવાદીઓને નિશાન બનાવીને જવાબ આપ્યો હતો. સૈન્યએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના જવાબમાં આઇડીએફએ દક્ષિણ લેબેનોનમાં ડઝનેક હિઝબુલ્લાહ આતંકવાદી માળખાકીય સ્થળો અને આતંકવાદીઓ પર આખી રાત હુમલો કર્યો હતો.
કોલ્હાપુરમાં અમિત શાહે કહ્યું – ભારત કોઇ ધર્મશાળા નથી, આ દેશમાં ફક્ત તે જ રહેશે જેઓ અહીં જન્મ્યા છે
આઇડીએફએ કહ્યું હતું કે તે સીઝફાયર કરાર માટે પ્રતિબદ્ધ છે પરંતુ ઇઝરાયલી સૈનિકો અથવા દેશ માટે કોઈપણ ખતરા સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરાતા તેલ પુરવઠાની ચેઈન પ્રભાવિત થઇ હતી
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. જે પછી તેહરાન પણ જવાબી કાર્યવાહી કરી હતી. ઈરાને પશ્ચિમ એશિયામાં અમેરિકાના સાથી દેશોને નિશાન બનાવ્યા હતા અને ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું હતું. જેનાથી આખી દુનિયામાં તેલ પુરવઠાની ચેઈન પ્રભાવિત થઇ હતી અને વિવિધ રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાઓ પર અસર પડી હતી.
યુદ્ધવિરામ કરારના અહેવાલો બહાર આવ્યાના કલાકો પછી શનિવારે દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલના હુમલામાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા.
