દેશમાં છૂટક મોંઘવારી દર એપ્રિલ 2026માં વધીને 3.48 ટકા પર પહોંચી ગયો છે. જો કે, આ હજી પણ આરબીઆઈ (RBI) ની નક્કી કરેલી મર્યાદામાં છે પરંતુ સતત વધતી મોંઘવારીએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. આવા માહોલમાં રોકાણકારો એવી કંપનીઓની શોધ કરે છે કે, જેના બિઝનેસ પર મોંઘવારીની વધારે અસર ન પડે. ખાસ કરીને એફએમસીજી (FMCG) સેક્ટરની કંપનીઓ આ સ્થિતિમાં મજબૂત માનવામાં આવે છે, કારણ કે તેમની પ્રોડક્ટ્સ રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલી હોય છે.
