Bike Mileage Ideas: ઉનાળામાં બાઇક સ્કૂટર આપશે સારી માઇલેજ, આ 9 બાબત ધ્યાનમાં રાખો

Bike Mileage Ideas: ઉનાળામાં બાઇક સ્કૂટર આપશે સારી માઇલેજ, આ 9 બાબત ધ્યાનમાં રાખો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Summer season Auto Upkeep Ideas In Gujarati : ઉનાળાની ગરમીમાં વાહનની કાળજી રાખવી જરૂરી છે. ઘણી વખત અમુક સમય બાદ કાર, બાઇકની માઇલેજ ઘટી જાય છે. ઓછી માઇલેજ એટલે ઇંધણનો વધુ વપરાશ અને વધારે ખર્ચ. હાલ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યા છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ તેનું ટુ વ્હીલર સારી મહત્તમ માઇલેજ આપે તેવી ઇચ્છા રાખે છે. પરંતુ આ માટે માત્ર એક સારું બાઇક અથવા સ્કૂટર જ પૂરતું નથી, પરંતુ યોગ્ય ડ્રાઇવિંગ અને મેન્ટેનન્સ પણ જરૂરી છે. ચાલો જાણીએ કેટલીક સરળ ટિપ્સ જે ઉનાળામાં બાઇક સ્કૂટરનું માઇલેજ વધારવામાં મદદ કરશે.

Bike Scooter Mileage Improve Ideas : બાઇક સ્કૂટરની માઇલેજ વધારવાની ટીપ્સ

સ્પીડ લિમિટ

કાર હોય કે બાઇક કોઇ પણ વાહન ચલાવતી વખતે સ્પીડ લિમિટનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે ખુલ્લા રસ્તા પર બાઇક સ્કૂટર માટે 40 કિમી થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ આદર્શ માનવામાં આવે છે. કારણ કે બહુ ઝડપી એક્સિલરેટ કરવું અને અચાનક બ્રેક લગાવવાથી પેટ્રોલનો વધુ વપરાશ થાય છે. શહેરની અંદર ભીડવાળી જગ્યા પર હંમેશા 30 થી 40 કિમીની સ્પીડે બાઇક ચલાવવું જોઇએ. 

નિયમિત સર્વિસ મેન્ટેનન્સ

વાહનની નિયમિત સર્વિસ કરાવવી જરૂરી છે. બાઇક સારી માઇલેજ આપે તેની માટે સમયસર સર્વિસ કરાવવી જોઇએ. તેમા એન્જિન ઓઇલ બદલવું. એર ફિલ્ડર અને સ્પાર્ક પ્લગ બગડી કે જૂના થઇ ગયા હોય તો તરત જ નવા લગાવો. નિયમિત સર્વિસ મેન્ટેનન્સ ન કરવાથી એન્જિન પર દબાણ આવે છે, જેનાથી ઓછી માઇલેજ અને વધુ પેટ્રોલ વપરાય છે. 

ટાયરમાં હવાનું દબાણ

ઉનાળાની ગરમીમાં ટાયરની અંદર રહેલી હવા ઝડપથી પાતળી અને ગરમ થઇ જાય છે. આવી સ્થિતિમાં ટાયરમાં એર પ્રેશર યોગ્ય છે કે નહીં તેની તપાસ કરો. જો ટાયરમાં ઓછી હવા હશે તો પણ વાહન ધીમું દોડશે અને માઇલેજ ઘટશે. ઉનાળામાં વાહન તડકામાં પાર્ક કરવાથી ટાયર ખરાબ થઇ શકે છે, આથી છાંયડામા વાહન પાર્ક કરો.  

ક્લચ અને બ્રેકનો યોગ્ય ઉપયોગ

ક્લચ સતત દબાવવાથી અથવા બ્રેક મારવાથી બળતણનો બગાડ થાય છે. જ્યારે એક સમાન ડ્રાઇવિંગ સેન્સથી એન્જિન પર ઓછું દબાણ આવે છે અને માઇલેજ વધે છે.

ઇંધણની ગુણવત્તા

હંમેશા તમારા ટુ વ્હીલરમાં વિશ્વસનીય પેટ્રોલ પંપ પરથી જ ફ્યૂઅલ પુરાવો, કારણ કે ભેળસેળયુક્ત પેટ્રોલ એન્જિનને નુકસાન પહોંચાડે છે અને માઇલેજ ઘટાડે છે, જે તમારા વાહન અને તમારા ખિસ્સા બંને માટે હાનિકારક છે.

વાહન ગરમ થવા દો

સવારે વાહન સ્ટાર્ટ કર્યા બાદ એન્જિનને થોડી સેકન્ડ માટે ગરમ થવા દો, આમ કરવાથી એેન્જિન પરનો લોડ ઓછો થાય છે અને ફ્યૂઅલનો વપરાશ સંતુલિત થાય છે.

બિનજરૂરી વજન ટાળો

સ્કૂટર અથવા બાઇકમાં વધુ સામગ્રી મૂકવાથી એન્જિન પર દબાણ આવે છે, તેથી તમારા ટુ-વ્હીલર પર નિર્ધારિત મર્યાદામાં વજન લોડ કરો કારણ કે હળવું વાહન વધુ સારી માઇલેજ આપે છે.

ગિયર વારંવાર બદલવાનું ટાળો

ટુ વ્હીલર ચલાવતી વખતે હંમેશા યોગ્ય સ્પીડ અનુસાર ગિયર બદલો કારણ કે ખોટા ગિયર પર વાહન ચલાવવાથી પેટ્રોલ વધારે વપરાય છે. 

આ પણ વાંચો | ઉનાળામાં ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું જોખમ; જાણો બેટરી ફાટવાના કારણ અને બચવાના ઉપાય

એન્જિન ઓઇલ

બાઇક સ્કૂટરની સર્વિસ કરાવો ત્યારે દરેક વખતે નવું એન્જિન ઓઇલ પુરાવો. એન્જિન ઓઇલ સમયાંતર ઘટ્ટ થઇ જાય છે, જેનાથી એન્જિનની કામગીરી પ્રભાવિત થઇ શકે છે. હંમેશા સ્ટાન્ડર્ડ કંપનીનું જ એન્જિન ઓઇલ પુરાવવું જોઇએ. આદર્શ રીત એ છે કે, ટુ વ્હીકલ 2000 કિમી દોડ્યા બાદ એન્જિન ઓઇલ ચેન્જ કરાવવું જોઇએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *