LPG મારામારી: લોકોમાં ચિંતાનો માહોલ, 8 LPG ટેન્કર હોર્મુઝ બોર્ડર પાસે તહેનાત; ભારતે કહ્યું- “દેશમાં ગેસની કમી નહીં થાય”

LPG મારામારી: લોકોમાં ચિંતાનો માહોલ, 8 LPG ટેન્કર હોર્મુઝ બોર્ડર પાસે તહેનાત; ભારતે કહ્યું- “દેશમાં ગેસની કમી નહીં થાય”

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

દેશમાં LPG ગેસની અછત સર્જાઈ છે, આ વચ્ચે ભારતની LPG શિપમેન્ટની સુરક્ષિત અવરજવર માટે ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે પણ અનેક વખત ફોન પર ચર્ચા થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલમાં 8 LPG ટેન્કર હોર્મુઝની બોર્ડર પર તહેનાત છે અને ટૂંક સમયમાં ત્યાંથી રવાના થશે.

હોર્મુઝ બોર્ડર પાસે તહેનાત LPG ટેન્કર. (AI PHOTO)
હોર્મુઝ બોર્ડર પાસે તહેનાત LPG ટેન્કર. (AI PHOTO)

LPG મહામારી: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ભારત પણ આમાંથી બાકાત નથી. અનેક શહેરોમાં LPG સિલિન્ડરની અછતના કારણે લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. LPG સિલિન્ડરની સોલ્ટેજના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં હાલ એવો ડર છે કે જો ગેસની સપ્લાય બંધ થઈ જશે તો રસોઈ બનાવવામાં ભારે મુશ્કેલી પડશે. જોકે આ વચ્ચે, ભારત સરકારે રાહત ભર્યા સમાચાર આપ્યા છે. સરકારનું કહેવું છે તે દેશમાં ગેસની કોઈ કમી નથી. હોર્મુઝ સ્ટ્રેટ રૂટ બંધ થવાના કારણે કોઈ પણ પ્રકારનું ફ્યુલ સંકટ નથી. ટૂંક સમયમાં 8 LPG ટેન્કર હોર્મુઝ પાર કરીને ભારત પહોંચવાના છે. ભારત સરકારે ઈરાન સાથે આ બાબતે વાતચીતનો દોર ઝડપી કર્યો છે.

સરકારી સૂત્રોએ CNN-News18ને જણાવ્યું છે કે, ભારત સરકાર ઈરાન સાથે સતત સંપર્કમાં છે અને ટૂંક સમયમાં LPG સપ્લાય શરૂ થવાની આશા છે. અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં અવરજવરમાં અવરોધો આવતા ઊર્જા શિપમેન્ટ પર અસર પડી રહી છે. તમને જણાવી દઈએ કે યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ રૂટ બંધ કરી દીધું છે, પણ ભારતને છૂટછાટ આપી છે.
ભારતના 8 LPG ટેન્કર હોર્મુઝ પાસે તહેનાત

સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 LPG ટેન્કર હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બોર્ડર પર તહેનાત છે. આ ટેન્કર સરળતાથી પસાર થાય એ માટે સરકાર ઈરાન સાથે સતત સંપર્કમાં છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈરાન પણ સહયોગ આપી રહ્યું છે અને પોતાના 250 જેટલા ખલાસીઓની ચિંતા પણ કરી રહ્યું છે, જે હાલમાં ભારતમાં છે અને ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય અધિકારીઓએ તેમને રહેવાની વ્યવસ્થા કરી આપી છે અને પરત મોકલવાની તૈયારી ચાલી રહી છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત સરકાર એક્ટિવ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત સરકાર એક્ટિવ મોડમાં છે. LPG અને તેલના સંકટને ટાળવા માટે સરકારનું ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ આ સમગ્ર યોજના પર કામ કરી રહ્યું છે, જેથી દેશમાં કોઈપણ પ્રકારના ફ્યુલની અછત ન સર્જાય. અધિકારીઓ સતત સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને LPG કુકિંગ ગેસની સપ્લાય માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી રહ્યા છે.

ભારતમાં LPGની આયાત 60-70%

ભારત પોતાની LPG જરૂરિયાતમાંથી લગભગ 60 થી 67 ટકા આયાત કરે છે. આ આયાતનો મોટો હિસ્સો સાઉદી અરેબિયા અને કતાર જેવા ખાડી દેશો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી આવે છે. આ માર્ગમાં જો કોઈ અવરોધ આવે તો LPGની દેશ પર સીધી અસર થાય છે.

ભારતની ઈરાન સાથે સતત વાતચીત

LPG શિપમેન્ટ માટે સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવા ભારતે ઉચ્ચ સ્તરે વાતચીત શરૂ કરી દીધી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે અનેક વખત ફોન પર ચર્ચા થઈ છે. એટલું જ નહીં, ભારતે પોતાના જહાજોને સુરક્ષિત પાછા લાવવા માટે નેવી એસ્કોર્ટ પર પણ વિચાર કર્યો છે. હવે જોવાનું એ છે કે, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે કયા રસ્તેથી આ 8 LPG ટેન્કર ભારતમાં એન્ટ્રી કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *