મખાણા અને ચણાના પોષક તત્વોની વાત કરીએ તો, મખાણા કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન, ઓછી કેલરી, મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તે હાડકાં અને હૃદયના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તો બીજી તરફ, ચણામાં પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન હોય છે. તે ડાયેટરી ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. ફાઈબર હોવાને કારણે તે પેટ માટે સારું માનવામાં આવે છે અને શરીરને તરત જ એનર્જી આપવા માટે પણ તે ફાયદાકારક છે.

