Final Up to date:
મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જવા ઇચ્છે છે, આ જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી. બિહારના રાજકારણમાં ખળભળાટ.
vજ્યારથી મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજ્યસભા જવાની વાત સામે આવી છે, ત્યારથી બિહારના રાજકારણમાં ખળભળાટ આવી મચી ગયો છે. ત્યારે હવે નીતિશ કુમારે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેરાત કરી છે કે, તેઓ રાજ્યસભામાં જવા ઇચ્છે છે. આ અંગે નીતિશ કુમારે પોતે જ ટ્વીટ કરી જાણકારી આપી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું કે, “છેલ્લા બે દાયકાથી વધુ સમયથી તમે તમારો વિશ્વાસ અને સમર્થન મારી સાથે સતત જાળવી રાખ્યો છે, અને તેના જ બળ પર અમે બિહારની અને તમે બધાની પૂર્ણ નિષ્ઠાથી સેવા કરી છે. તમારા વિશ્વાસ અને સમર્થનની જ તાકાત હતી કે બિહાર આજે વિકાસ અને સન્માનનું નવું આયામ પ્રસ્તુત કરી રહ્યું છે. આ માટે પહેલાં પણ મેં તમારા પ્રત્યે અનેક વખત આભાર વ્યક્ત કર્યો છે.”
તેઓ આગળ લખે છે કે, “સંસદીય જીવન શરૂ કર્યું ત્યારથી જ મારા મનમાં એક ઇચ્છા હતી કે હું બિહાર વિધાનસભાના બંને ગૃહો તેમજ સંસદના બંને ગૃહોનો સભ્ય બનું. આ જ ક્રમમાં આ વખતે થતા ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા માંગું છું.”
નીતિશ કુમારે લખ્યું કે, “તમને પૂરી ઈમાનદારીથી વિશ્વાસ અપાવવા માંગું છું કે તમારી સાથે મારો આ સંબંધ ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે અને તમારી સાથે મળીને એક વિકસિત બિહાર બનાવવાનો સંકલ્પ પહેલાની જેમ કાયમ રહેશે. જે નવી સરકાર બનશે તેને મારો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન રહેશે.
સમાચાર અપડેટ થઈ રહ્યાં છે.
Mar 05, 2026 11:05 AM IST

