જંતર-મંતર પાસે ફરી હિંસા ભડકી, પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો, ઘણા પોલીસકર્મી ઇજાગ્રસ્ત

જંતર-મંતર પાસે ફરી હિંસા ભડકી, પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો, ઘણા પોલીસકર્મી ઇજાગ્રસ્ત

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Jantar Mantar Protest Updates : જંતર-મંતર પાસે બુધવારે રાત્રે ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ટોલ્સટોય માર્ગ પર પ્રદર્શનકારીઓ અચાનક હિંસક બન્યા અને સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. શરૂઆતના અહેવાલો અનુસાર RAF અને પોલીસ ટીમો હંમેશાની જેમ નિયુક્ત સ્થળે તૈનાત હતી ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થયો. જ્યારે RAF અને પોલીસ ટીમો એક્ટિવ થઇ ત્યારે પોલીસ અને RAF ટીમો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

કેટલાક પ્રદર્શનકારીઓ હાથમાં ડંડા હતા. જેનો ઉપયોગ પોલીસ સામે કરવામાં આવ્યો હતો. આ પછી RAF ટીમે પણ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા અને તેમને વિખેરવા માટે બળનો ઉપયોગ કર્યો અને તેને ખદેડી મુક્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે બે થી ચાર ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.

સવાર સુધી ઇન્ટરનેટ સેવા બંધ

આ ઘટના પછી ઇન્ટરનેટ સેવાઓ સવારે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. CJP એ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. પરિણામે વિરોધીઓની ભીડ વધી રહી છે. સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જંતર-મંતર પર એક મોબાઇલ કમાન્ડ અને કંટ્રોલ વાહન તૈનાત કર્યું છે.

જાણકારી પ્રમાણે સરકારે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને મધ્ય દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ કરવા કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજે 6 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી જંતર-મંતરની આસપાસ 1.5 કિલોમીટરના ત્રિજ્યામાં ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલે ગંભીર ચિંતા વ્યક્ત કરી 

જંતર-મંતર ઇન્ટરનેટ બંધ થવાના સમાચાર બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આજે રાત્રે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે. તેમણે કહ્યું કે હું સાંભળી રહ્યો છું કે જંતર-મંતર પાસે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. હું એ પણ સાંભળી રહ્યો છું કે સુરક્ષા વધારી દેવામાં આવી છે, અર્ધલશ્કરી દળો પહોંચ્યા છે, અને લોકોને ડર છે કે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *