ભારત સામે હાર બાદ પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, USAથી પણ પાછળ રહી ગયું, ટી20 વર્લ્ડ કપમાંથી થઈ શકે છે બહાર

ભારત સામે હાર બાદ પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, USAથી પણ પાછળ રહી ગયું, ટી20 વર્લ્ડ કપમાંથી થઈ શકે છે બહાર

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

T20 World Cup 2026 Factors Desk: ટી20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે. આ વખતની મેચમાં તો લગભગ એકતરફી જીત મેળવી. જો કે આ હાર સાથે જ પાકિસ્તાનને વધુ એક આંચકો લાગ્યો છે.

પોઇન્ટ ટેબલ પર પાકિસ્તાનના ભૂંડા હાલ
પોઇન્ટ ટેબલ પર પાકિસ્તાનના ભૂંડા હાલ

T20 World Cup 2026 Factors Desk: ટી20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે. આ વખતની મેચમાં તો લગભગ એકતરફી જીત મેળવી. ભારતે પહેલા બેટિંગ કરતા 175 રન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાનની ટીમ પોતાના કોટાની 20 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ 18 ઓવરમાં માત્ર 114 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ દરમિયાન ભારત ફરી એકવાર પોઇન્ટ ટેબલ પર પહેલા નંબરે પહોંચ્યું છે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાની ટીમ હવે પોઇન્ટ ટેબલમાં યુએસએથી પણ નીચે સરકી ગઈ છે.

ભારતે પાકિસ્તાનને ટી20 વર્લ્ડ કપની મેચમાં હરાવીને વધુ 2 પોઇન્ટ મેળવ્યા છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાના કુલ 6 પોઇન્ટ થયા છે અને સુપર 8માં પોતાની જગ્યા પણ પાક્કી કરી લીધી છે. આ વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ભારતે પહેલી મેચમાં યુએસએને હરાવ્યું હતું, ત્યારબાદ બીજી મેચમાં નામીબિયા પર જીત મેળવી અને હવે ત્રીજી મેચમાં પાકિસ્તાનને પણ પરાજય આપ્યો છે.

મેચ પહેલાં અપેક્ષા હતી કે પાકિસ્તાની ટીમ બરાબરની ટક્કર આપશે, પરંતુ હકીકતમાં મેચ એકતરફી સાબિત થઈ. ભારતે સંપૂર્ણ કબજો જમાવીને જીત મેળવી. બીજી ઇનિંગ્સમાં તો પહેલા બોલથી અંત સુધી ક્યારેય એવું લાગ્યું નહીં કે પાકિસ્તાન મેચ જીતી શકશે. પહેલી ઓવરથી શરૂ થયેલો વિકેટ પડવાનો સિલસિલો 18મી ઓવર સુધી ચાલુ રહ્યો. આ હારથી પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

ટી20 વર્લ્ડ કપના ગ્રુપ Aના પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા પ્રથમ સ્થાને છે. આ વચ્ચે યુએસએની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. યુએસએ અને પાકિસ્તાનના પોઇન્ટ સમાન હોવા છતાં, આ મેચમાં મોટી હારને કારણે પાકિસ્તાનની નેટ રન રેટ ખરાબ થઈ છે. ભારતની ત્રણ જીત બાદ નેટ રન રેટ 3.050 થઈ છે, જ્યારે યુએસએની નેટ રન રેટ 0.788 છે. બીજી તરફ પાકિસ્તાનનો નેટ રન રેટ -0.403 સુધી નીચે પહોંચી ગઈ છે. હવે અહીંથી પાકિસ્તાની ટીમ સુપર 8માં પહોંચી શકશે કે નહીં, તેને લઈને સસ્પેન્સ યથાવત છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *