દાહોદમાં ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ચાર થાંભલા ખાતે ચોરીની ઘટના બની છે. શેરડીનો રસ પીવામાં મસગુલ બનેલા નિવૃત્ત ક્લાર્કે અઢી લાખથી વધારે રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે આશ્રમશાળાના નિવૃત્ત કલાર્ક શેરડી પીવામાં મસગુલ બને છે તે સમયે અજાણ્યો શખ્સ આવીને બાઈકની ડેકીમાંથી 2 લાખ 75 હજાર જેટલી રકમ ચોરીને રફૂચક્કર થઈ જાય છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે CCTVના આધારે તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર આશ્રમશાળાના નિવૃત્ત કલાર્ક વાઘજીભાઈ પરમાર હાલ મંડળીના એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે. જો કે તેઓ તાજેતરમાં જ્યારે મંડળીનો ચેક વટાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે ચોરીની ઘટના બની હતી. rn
Source link
