Final Up to date:
સલમાન ખાનની ફિલ્મ તેરે નામ 23 વર્ષ પછી ફરીથી રીલિઝ થવા માટે તૈયાર છે. એક સમયની આ સુપર હિટ મૂવી હવે કેટલું કલેક્શન કરશે એ જોવાનું રહ્યું.
સલમાન ખાન આ દિવસોમાં એની અપકમિંગ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 17 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. પરંતુ તમને જણાવી દઈએ કે ‘બેટલ ઓફ ગલવાન’ પહેલાં સલમાન ખાનની 23 વર્ષ જૂની ઓલ ટાઇમ હિટ લિસ્ટમાં ફેવરેટ એવી ‘તેરે નામ’ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી, જે હવે 23 ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
કલ્ટ ફિલ્મ બની હતી
તેરે નામ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી અને એ સમયે બોક્સ ઓફિસ પર શરૂઆતમાં એવરેજ રહી હતી, પરંતુ પછી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ સાથે જ કલ્ટ ફિલ્મ બની ગઈ. તેરે નામ મૂવીમાં સલમાન ખાનની એક્ટિંગ બહુ જોરદાર હતી. સલમાન ખાનના ફેન્સ આ મૂવીને લઈને સુપર એક્સાઇટેડ છે.
સલમાન ખાનની આ મૂવી ફરીથી રિલીઝ થતા ફેન્સે જાતજાતની કોમેન્ટ્સ કરી છે. એક ફેને ટ્વિટ કર્યું છે કે રાધેની કહાની ફરી એકવાર પાછી ફરી છે, 23 વર્ષના લાંબા સમય પછી બોલિવૂડની સૌથી દુખદ પ્રેમ કહાનીનું દર્દ અને જૂનૂન જીવવાનો સમય આવી ગયો છે. જો કે મોટા પડદા પર આ મૂવી ફરીથી જોવા માટે ફેન્સ તૈયાર છે.
તેરે નામ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન
12 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી તેરે નામ ફિલ્મે દુનિયાભરમાં 24.54 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ, આ ફિલ્મ બીજીવાર રિલીઝ થવા માટે તૈયાર છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મ બીજીવાર બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી શકે છે. આ ફિલ્મ પછી સલમાન ખાન ‘બેટલ ઓફ ગલવાન’માં જોવા મળશે, જે એક સાચી ઘટનાથી પ્રેરિત છે.
‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મથી સલમાન ખાનનો લુક સામે આવ્યો હતો જેમાં લોકોએ એના ખૂબ વખાણ કર્યા હતા. આમ, થોડા દિવસ પહેલાં ફિલ્મનું એક સોન્ગ માતૃભૂમિ રિલીઝ થયું હતું જે સુપરહિટ સાબિત થયું. આ સોન્ગમાં અરિજીત સિંહે અવાજ આપ્યો છે. આ સોન્ગ હિમેશ રેશમિયાએ કમ્પોઝ કર્યું છે.
Mumbai,Maharashtra

