વરસાદના રેડ એલર્ટ વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાવીજેતપુરમાં 2.83 ઈંચ નોંધાયો, ક્યાં કેટલો પડ્યો વરસાદ

વરસાદના રેડ એલર્ટ વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાવીજેતપુરમાં 2.83 ઈંચ નોંધાયો, ક્યાં કેટલો પડ્યો વરસાદ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Right this moment Gujarat rain fall knowledge: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2.83 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 30 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 31 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2.83 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના 15 તાલુકામાં 1 ઈંચથી લઈને 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી 15 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 15 તાલુકામાં પડેલા વરસાદની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

તાલુકો વરસાદ(ઈંચમાં)
જેતપુરપાવી 2.83
જાબુંગોડા 2.83
ક્વાંટ 2.64
નસવાડી 2.36
કુકરમુંડા 2.17
ગરુડેશ્વર 2.13
છોટાઉદેપુર 2.09
કાલોલ 1.61
ઉમરપાડા 1.38
ડાંગ 1.38
કડવાલ 1.3
દાહોદ 1.18
કપરાડા 1.06
સાગબારા 1.02

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડાની પીડીએફમાં જુઓ 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ખાતે ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન (Catastrophe Administration) ની પૂર્વ તૈયારીઓની ડૉ. જયંતિ રવિ દ્વારા ઉંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. 

અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કલેક્ટરો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સીધી વાતચીત કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *